Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોડાસા બજારમાં દશામા વ્રતનો માહોલ જામ્યો:શ્રદ્ધાળુઓ ₹300 થી ₹5,000 સુધીની મૂર્તિઓની ખરીદી કરી

    12 hours ago

    દશામા વ્રતનો પ્રારંભ નજીક આવતા અરવલ્લીના મોડાસા શહેરના બજારોમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. દિવાસાના દિવસથી શરૂ થનારા આ વ્રત માટે મહિલાઓ સહિત ભાવિકો દ્વારા જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મોડાસાના મૂર્તિ બજારમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. તેઓ દશામાની વિવિધ કદ, આકર્ષક ડિઝાઇન અને સુંદર શણગારવાળી મૂર્તિઓ તેમજ ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓની ખરીદી કરી રહ્યા છે. આ વર્ષે મોડાસાના બજારમાં દશામાની મૂર્તિઓ રૂ. 300 થી રૂ. 5,000 સુધીની કિંમતમાં ઉપલબ્ધ છે. જોકે, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મૂર્તિઓના ભાવમાં અંદાજે 10 થી 15 ટકાનો વધારો નોંધાયો છે. ભાવ વધ્યા હોવા છતાં દશામાની મૂર્તિઓની ખરીદીમાં કોઈ ખાસ ઘટાડો જોવા મળ્યો નથી. શ્રદ્ધાળુઓનું કહેવું છે કે માતાજીની આરાધનામાં ખર્ચનું કોઈ મહત્વ નથી. તેઓ વર્ષમાં એક વખત આવતા આ પવિત્ર પર્વને સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવવા માંગે છે. આમ, ભાવમાં વધારો થયો હોવા છતાં ભાવિકો ઉત્સાહપૂર્વક દશામાની મૂર્તિઓની ખરીદી કરી રહ્યા છે. મોડાસાના બજારોમાં મૂર્તિઓની ખરીદીનો ધમધમાટ છે, ત્યારે ઘરોમાં પણ દશામાની સ્થાપના અને વ્રતની તૈયારીઓને લઈને મહિલાઓમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    'PicsArt' અને 'ChatGPT' બનાવતા ડુપ્લીકેટ RC બૂક:સુરતમાં રેપિડો રાઇડરે રેકી કરી યામાહા FZ સહિતના વાહન ચોરી કર્યા, લિંબાયત પોલીસે 12 બાઈક સાથે 2ને દબોચ્યા
    Next Article
    7 Passed In 36 Minutes: Monsoon Session Saw Many Bills, But No Question Hour

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment