Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટના ઇમિટેશનના વેપારીનો ચોટીલામાં આપઘાત:​રક્ષાબંધનના પખવાડિયા પૂર્વે ત્રણ બહેનના એકના એક ભાઈએ આર્થિક ભીંસથી કંટાળી જીવન ટૂંકાવ્યું, અગાઉ પણ આપઘાતનો પ્રયાસ કર્યો'તો

    9 hours ago

    રાજકોટમાં રક્ષાબંધનના પખવાડિયા પૂર્વે ત્રણ બહેનના એકના એક ભાઈએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા દુધાત્રા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. જેમાં પંકજભાઈ નામના યુવાને ગઈકાલે ઘરેથી નીકળી જઈ આજે સવારે ચોટીલા પહોંચી આપઘાત કરી લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આર્થિક ભીંસથી કંટાળી યુવાને આપઘાત કર્યો હોવાનું સામે આવતા પોલીસ મૃતદેહ પોસમોર્ટમ અર્થ ખસેડી મોતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. પંકજ રમેશભાઈ દુધાત્રા (ઉ.વ.35) નામના યુવાને આજે સવારે ચોટીલા પાસે આવેલી પ્રખ્યાત ઉત્સવ હોટેલ નજીક હતા ત્યારે ઘઉંમાં નાખવાના ઝેરી ટિકડા ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે જાણ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર કારગત નીવડે એ પહેલા યુવાને દમ તોડી દેતા મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણ થતા પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં પંકજભાઈ ગઈકાલે બપોરે અચાનક પોતાના ઘરેથી નીકળી ગયા હતા ત્યારબાદ તેમણે આ અંતિમ પગલું ભરી લીધું હતું. આ ઉપરાંત અગાઉ પણ એક વખત કોઈ કારણસર આપઘાતનો પ્રયાસ કર્યો હતો તેઓ થોડા સમયથી આર્થિક ભીંસથી માનસિક તણાવ અનુભવતા હોવાથી પગલું ભર્યાનું અનુમાન છે જો કે ચોક્કસ કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પંકજભાઈ ઇમિટેશનનો વેપાર કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હોવાનું અને તેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હોવાનું સામે આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ધારાસભ્ય હેમંત ખવાએ ધ્રાફા ચેકડેમની મુલાકાત લીધી:તૂટેલા ડેમના રિપેરિંગ અને નવા નિર્માણ અંગે અધિકારીઓ સાથે ચર્ચા
    Next Article
    'PicsArt' અને 'ChatGPT' બનાવતા ડુપ્લીકેટ RC બૂક:સુરતમાં રેપિડો રાઇડરે રેકી કરી યામાહા FZ સહિતના વાહન ચોરી કર્યા, લિંબાયત પોલીસે 12 બાઈક સાથે 2ને દબોચ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment