Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં PIનો વિદાય-સ્વાગત સમારંભ યોજાયો:આર.એમ. વસાવાની અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનમાં બદલી, કે.ડી. માંગરોલિયાએ નવા PI તરીકે ચાર્જ સંભાળ્યો

    7 hours ago

    ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસ મથક ખાતે PI આર.એમ. વસાવાની બદલી નિમિત્તે વિદાય સમારંભ યોજાયો હતો. આર.એમ. વસાવાની અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન ખાતે બદલી થતાં એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફ દ્વારા તેમને સન્માનપૂર્વક વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે પોલીસ સ્ટાફના સભ્યોએ તેમની સાથે કામગીરી દરમિયાનના અનુભવો અને સંસ્મરણો વાગોળી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. કે.ડી. માંગરોલિયાનું ઉષ્માભેર સ્વાગત બીજી તરફ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PI કે.ડી. માંગરોલિયાને ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ તરીકે ચાર્જ સોંપવામાં આવ્યો છે. નવા PIના આગમન પ્રસંગે પોલીસ સ્ટાફ દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. નવા નેતૃત્વમાં કામગીરી વધુ અસરકારક બનાવવાની આશા સમારંભ દરમિયાન સ્ટાફ દ્વારા નવા PI કે.ડી. માંગરોલિયાને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તેમના નેતૃત્વ હેઠળ એ ડિવિઝન પોલીસ મથકની કામગીરીને વધુ અસરકારક અને સુદૃઢ બનાવવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ગેસનું બિલ બાકી હોવાનું કહીને ઠગાઈ:ગોતામાં વકીલને બિલની apk ફાઇલ મોકલી ખાતામાંથી 7.90 લાખ ઉપાડી લીધા; અન્ય 5 ફરિયાદમાં 5 લાખથી વધુની છેતરપિંડી
    Next Article
    સામાજિક કાર્યકર બનીને સોની સાથે 1.79 કરોડની છેતરપિંડી:ગરીબ દીકરીઓને દાગીના દાન કરવાનું કહી 2.86 કરોડના સોના-ચાંદીના દાગીના ખરીદી પૈસા ન ચૂકવ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment