Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગેસનું બિલ બાકી હોવાનું કહીને ઠગાઈ:ગોતામાં વકીલને બિલની apk ફાઇલ મોકલી ખાતામાંથી 7.90 લાખ ઉપાડી લીધા; અન્ય 5 ફરિયાદમાં 5 લાખથી વધુની છેતરપિંડી

    7 hours ago

    અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા એક વકીલને સાયબર ગઠિયાઓએ ગેસનું બિલ બાકી હોવાનું કહીને બિલની apk ફાઇલ મોકલી હતી જે ડાઉનલોડ કર્યા બાદ OTP માંગ્યો હતો.વકીલે OTP આપ્યો નહોતો છતાં ગઠિયાઓએ વકીલના મોબાઇલનું એક્સેસ મેળવી લીધું હતું અને અલગ અલગ ટ્રાન્જેક્શન દ્વારા 7.90 લાખ ટ્રાન્સફર કરી લીધા હતા. જે અંગે વકીલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. વકીલને apk ફાઇલ મોકલી ગોતા વિસ્તારમાં રહેતા 47 વર્ષીય વકીલને અજાણ્યા નંબર પરથી એક વ્યક્તિનો ફોન આવ્યો હતો જેને પોતાની ઓળખ અદાણી કંપનીના કર્મચારીની આપી હતી જે બાદ ગેસનું બિલ બાકી હોવાનું જણાવ્યું હતું અને બિલની કોપી માટે apk ફાઇલ મોકલી હતી જે વકીલે ડાઉનલોડ કરી હતી, પરંતુ ડાઉનલોડ થઈ નહોતી જેથી ગઠિયાએ વકીલ પાસે OTP માંગ્યો હતો, પણ વકીલે OTP આપ્યો નહોતો. એરટેલ કંપનીના કર્મચારી બની ફરીથી સાયબર ગઠિયાએ વકીલને ફોન કર્યો વકીલને શંકા જતા બેંકમાં જઈને એકાઉન્ટ બ્લોક કરાવ્યું હતું.બે દિવસ બાદ એરટેલ કંપનીના કર્મચારી બની ફરીથી સાયબર ગઠિયાએ વકીલને ફોન કર્યો હતો જેથી વકીલને શંકા ગઈ અને બેંકમાં તપાસ કરતા તેમના ખાતામાંથી 5 લાખ અને 2.90 લાખ એમ 7.90 લાખ રૂપિયા ઉપડી ગયા હતા જે અંગે વકીલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. શાહપુરની યુવતીને બિટકોઇનમાં ટ્રેડિંગ કરવાનું કહી નફો બતાવ્યો શાહપુરમાં રહેતી 29 વર્ષીય યુવતીને ટેલીગ્રામમાં એક ચેનલ જોવા મળી હતી જેમાં બિટકોઇનમાં ટ્રેડિંગ કરવાથી નફો બતાવતા હતા.આ ચેનલમાં કેટલાક લોકોએ નફો થયાના સ્કિન શોર્ટ મોકલ્યા હતા. જેથી યુવતીને વિશ્વાસ આવતા ચેનલમાં જોડાઈ હતી.જે બાદ યુવતીને 3 હજારનું રોકાણ કરવાનું કહેતા યુવતીએ 3 હજાર ટ્રાન્સફર કર્યા હતા.યુવતીને નફો બતાવતા હતા જે ઉપાડવો હોય તો SIPમાં પૈસા ભરવાનું કહેતા હતા જેથી યુવતીએ SIPમાં પણ 15,960 રૂપિયા ભર્યા હતા.બાદમાં GSTના નામે 29 અને 23 હજાર પણ યુવતી પાસે ભરાવ્યા હતા.યુવતી પાસે કુલ 76,684 રૂપિયા ભરાવી નફો આપ્યો નહોતો જેથી યુવતીને સાયબર ફ્રોડની જાણ થયા સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. નવરંગપુરાના યુવકે ઈન્સ્ટાગ્રામની એડ પર ક્લિક કરતા APK ડાઉનલોડ કરવાનું કહ્યું નવરંગપુરામાં રહેતા 19 વર્ષીય યુવકે ઈન્સ્ટાગ્રામમાં એક સિરીઝ જોવા માટેની એડ જોઈ હતી જેના પર ક્લિક કરતા apk ફાઇલ ડાઉનલોડ કરવાનું જણાવ્યું હતું.યુવકે apk ફાઇલ ડાઉનલોડ કરી પરંતુ તેમાં કોઈ સિરીઝ નહોતી.યુવકનો ફોન હેંગ થવા લાગ્યો જેથી apk ફાઇલ ડિલીટ કરી હતી.થોડા દિવસ બાદ ipo ભરવા બેન્કનું બેલેન્સ ચેક કર્યું તો ખાતામાંથી 96 હજારનું ટ્રાન્ઝેક્શન થયું હતું જે અંગે તપાસ કરતા ફ્રોડ થયું હતું જેથી યુવકે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાવી છે. અસારવાના યુવક સાથે રિક્ષાના ઈ-ચલણના બહાને 1.79 લાખની છેતરપિંડી અસારવામાં રહેતા યુવકને રિક્ષાનું ઈ-ચલણ બાકી હોવાનું કહીને એપીકે ફાઇલ મોકલી ફોન હેક કરીને 1.79 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. મોબાઈલ ફોન ઉપર આરટીઓના અધિકારીની ઓળખ આપી અને ફોન કર્યા બાદ એપીકે ફાઇલ મોકલી હતી અને જે ઓપન કરતાની સાથે ફોન હેક થઈ ગયો અને નેટવર્ક જતું રહ્યું હતું. ત્યારબાદ તેઓ જ્યારે સીમકાર્ડની ઓફિસ પર ગયા ત્યારે તેમનું કોઈ અજાણ્યા વ્યક્તિએ ઈ સીમ કરી નાખ્યું હતું અને ત્યારબાદ તેમના ખાતામાંથી અલગ અલગ રીતે કુલ 1.79 લાખ ઉપાડી લઈ છેતરપિંડી કરી હતી જે મામલે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. ‘ઓનલાઈન શોપિંગ એપના ફોટા પરથી પ્રોડક્ટ વેચવાથી કમિશન મળશે’ દરિયાપુરમાં રહેતા કિશન પંચાલ નામના યુવકને મિન્ત્રા એપના ફોટા પરથી પ્રોડક્ટ વેચવાથી કમિશન મળશે એવા બહાને છેતરપિંડી કરવામાં આવી છે. ટેલિગ્રામ લિંક પર સંપર્ક કરી તમામ વિગતો મેળવી લીધી હતી ત્યારબાદ બધા ટાસ્ક પૂરા કરવાના બહાને કમિશન મળશે તેવું જણાવ્યું હતું. પ્રોડક્ટ વેચવા ટાસ્ક આપવામાં આવ્યો અને વેબસાઈટમાં રિચાર્જ કરવાના બહાને ચારથી પાંચ વખત પૈસા પડાવ્યા હતા. કુલ 63,800 રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા. જેથી તેમણે સાઇબર ફ્રોડ થયા હોવાની જાણ થતાં દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ક્રેડિટ કાર્ડ આપવાના બહાને 1 લાખની છેતરપિંડી શહેરના કુબેરનગર વિસ્તારમાં રહેતા વ્યક્તિને ક્રેડિટ કાર્ડ આપવાના બહાને છેતરપિંડી કરવામાં આવી હતી. ક્રેડિટ કાર્ડની ઈન્સ્ટાગ્રામમાં રીલ જોતા તેમાં આપેલી લિંક ઓપન કરી અને તમામ માહિતી ભરી દીધી હતી. ત્યારબાદ gmailના વીડિયોકોલ મારફતે ફોન કરી ક્રેડિટ કાર્ડના રિપ્રેઝન્ટેટિવની ઓળખ આપી આધાર કાર્ડની માહિતી અને બીજા ક્રેડિટ કાર્ડની માહિતી માંગી હતી જે બાદ એક લાખ રૂપિયા ઉપડી ગયા હોવાનો મેસેજ આવ્યો હતો. જેથી આ સમગ્ર મામલે તેઓએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    EDનો આરોપ- યાસીન મલિક સહિત 7 લોકોને પાકિસ્તાનથી ફંડિંગ:હવાલા મારફતે લગભગ 9 કરોડ મળ્યા; NIA કોર્ટે કહ્યું- તમામ સામે આરોપ ઘડવામાં આવે
    Next Article
    ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં PIનો વિદાય-સ્વાગત સમારંભ યોજાયો:આર.એમ. વસાવાની અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનમાં બદલી, કે.ડી. માંગરોલિયાએ નવા PI તરીકે ચાર્જ સંભાળ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment