Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સામાજિક કાર્યકર બનીને સોની સાથે 1.79 કરોડની છેતરપિંડી:ગરીબ દીકરીઓને દાગીના દાન કરવાનું કહી 2.86 કરોડના સોના-ચાંદીના દાગીના ખરીદી પૈસા ન ચૂકવ્યાં

    7 hours ago

    અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી સોનીની દુકાનેથી સામાજિક કાર્યકર હોવાની ઓળખ આપીને એક ગઠિયાએ રૂ. 2.86 કરોડના સોના-ચાંદીના દાગીના ખરીદ્યા બાદ રૂ. 1.79 કરોડ ન ચૂકવી છેતરપિંડી આચરી છે. આરોપીએ ગરીબ દીકરીઓને દાગીના દાનમાં આપવાના બહાને વેપારીનો વિશ્વાસ કેળવ્યો હતો. આ અંગે ભોગ બનનાર જ્વેલર્સે ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખા (EOW)માં ફરિયાદ નોંધાવી છે. વિશ્વાસ કેળવી 2.86 કરોડની ખરીદી કરી નારણપુરા ખાતે રહેતા અને રાણીપમાં 'પાયલ જ્વેલર્સ' નામે સોના-ચાંદીની દુકાન ચલાવતા જયેશભાઈ શાહનો સંપર્ક ઓક્ટોબર, 2024માં અમરાઈવાડીના જયેશ રાઠોડ સાથે થયો હતો. જયેશ રાઠોડે પોતે એક સામાજિક સંસ્થા ચલાવતો હોવાનું અને ગરીબ દીકરીઓને સોના-ચાંદીના દાગીના દાનમાં આપતો હોવાની ઓળખ આપી હતી. શરૂઆતમાં નિયમિત ખરીદી કરી સમયસર નાણાં ચૂકવી દઈ તેણે વેપારીનો પૂર્ણ વિશ્વાસ જીતી લીધો હતો. 1.79 કરોડ બાકી રાખી બહાના બતાવ્યા વેપારીનો વિશ્વાસ સંપાદિત કર્યા બાદ, લગભગ એક વર્ષના સમયગાળા દરમિયાન જયેશ રાઠોડે દુકાનેથી કુલ રૂ. 2.86 કરોડના દાગીના ખરીદ્યા હતા, જેની સામે તેણે માત્ર રૂ. 1.07 કરોડ ચુકવ્યા હતા. બાકી નીકળતા રૂ. 1.79 કરોડ માંગતા તે અવારનવાર અલગ-અલગ બહાના બતાવતો હતો. વેપારીએ ઈમેલ પર બિલ મોકલી નાણાંની ઉઘરાણી કરવા છતાં કોઈ ચૂકવણી ન થતાં આખરે જયેશ રાઠોડ વિરુદ્ધ આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં PIનો વિદાય-સ્વાગત સમારંભ યોજાયો:આર.એમ. વસાવાની અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનમાં બદલી, કે.ડી. માંગરોલિયાએ નવા PI તરીકે ચાર્જ સંભાળ્યો
    Next Article
    India vs Sri Lanka LIVE Score, Asian Games 2026 Semi-Final: 4,6,4,6 - Vaibhav Sooryavanshi Goes Berserk, Nears Fifty vs SL

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment