Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરે નવરાત્રિ પર રીલ અપલોડ કરતા વિવાદ:હિન્દુ સંગઠનોના વિરોધ બાદ વીડિયો હટાવી માફી માંગી, PIએ કહ્યું-બંને પક્ષ વચ્ચે સમાધાન થઈ ગયું

    1 day ago

    ભાવનગરના જાણીતા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર રવિરાજ ભીખાભાઈ રાઠોડ જેઓ ઈન્સ્ટાગ્રામ પર પેજ ચલાવે છે દ્વારા નવરાત્રિને લગતી બનાવેલી વીડિયો શ્રેણીને પગલે મોટો વિવાદ ઊભો થયો છે. આ મામલે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના હોદ્દેદારો તેમજ ઈન્ફ્લુએન્સર વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું હતું, જેના પરિણામે વરતેજ પોલીસ સ્ટેશન ખાતે વીડિયો ડિલીટ કરાવી માફી મંગાવવાની ઘટના બની છે. 'સમાજને જાગૃત કરવા વીડિયો બનાવ્યો હતો' ઈન્ફ્લુએન્સર રવિરાજ રાઠોડના જણાવ્યું હતું કે, તેમણે સમાજમાં જાગરૂકતા લાવવાના હેતુથી ‘નવરાત્રીની રિયાલિટી’ નામના ત્રણ વીડિયો બનાવ્યા હતા. તેમાં નવરાત્રી દરમિયાન બનતી કેટલીક ઘટનાઓ, હોટેલના દ્રશ્યો અને સેફ્ટી/પ્રાઇવસી સંબંધિત બાબતો દર્શાવવામાં આવી હતી., વીડિયોનો હેતુ માત્ર માતા-પિતા, તંત્ર અને સમાજને જાગૃત કરવાનો હતો, કોઈ ધર્મ, સમાજ કે જ્ઞાતિની લાગણી દુભાવવાનો કે લાઈક્સ-વ્યૂઝ મેળવવાનો ન હતો. 'વીડિયો ડિલિટ કરાવી માંફી મંગાવી' વધુમાં રવિરાજે જણાવ્યું હતું કે, જો કે બજરંગ દળના કાર્યકરોએ વરતેજ પોલીસ સ્ટેશનમાં તેમની પાસે પરાણે વીડિયો ડિલીટ કરાવ્યા અને માફી મંગાવી. વિરોધ દરમિયાન તેમની સામે તથા તેમના પરિવાર (માતા-પિતા અને બહેન) પ્રત્યે અશોભનીય અને વાંધાજનક શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો. પોલીસ અને સ્થાનીય સ્ટાફની સમજાવટ બાદ રાતોરાત વીડિયો હટાવી લેવામાં આવ્યા. જો પબ્લિક તેમને ખોટા ગણશે તો તેઓ 100 વાર માફી માંગવા તૈયાર છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળનો વિરોધ સામે પક્ષે, વિશ્વ હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષ ભરતસિંહ થાવરાણી અને બજરંગ દળના જય ટાકોલિયાએ આ વીડિયો સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. ભરતસિંહે કહ્યું કે, આ અશ્લીલતા અને સનાતન ધર્મનું અપમાન છે, નવરાત્રિ એ મા ભગવતીની આરાધનાનો પવિત્ર તહેવાર છે. વીડિયોમાં મહિલાઓ પાસે વાંધાજનક અને અશ્લીલ શબ્દો બોલાવવામાં આવ્યા હતા, જે સમાજ અને બહેન-દીકરીઓ માટે યોગ્ય નથી. માત્ર હિન્દુ તહેવારોને જ લક્ષ્ય બનાવી સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અન્ય ધર્મોના કુરિવાજો કે તહેવારો પર આવા વીડિયો બનાવવામાં આવતા નથી. પોલીસની હાજરીમાં વીડિયો હટાવવામાં આવ્યો બજરંગ દળના હોદ્દેદારો વરતેજ પોલીસ સ્ટેશને અન્ય એક બાબતે ગયા હતા ત્યારે રવિરાજને વીડિયો હટાવવા સમજાવ્યો હતો. પરંતુ રવિરાજ ઉગ્ર થઈ ગયો હતો અને તેણે એવો દાવો કર્યો હતો કે તેને મુખ્યમંત્રી અને ઉચ્ચ અધિકારીઓએ વીડિયો બનાવવાનું કહ્યું છે. જ્યારે ઈન્ફ્લુએન્સર વીડિયો ડિલીટ કરવા તૈયાર ન થયો, ત્યારે કાર્યકરોએ રામધૂન બોલાવી હતી. આખરે ઉપસ્થિત પોલીસ અધિકારીઓની સમજાવટ બાદ વીડિયો હટાવવામાં આવ્યા હતા. હાલમાં આ મુદ્દો સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બન્યો છે, જ્યાં ઈન્ફ્લુએન્સર પબ્લિકના સપોર્ટની માંગ કરી રહ્યા છે, જ્યારે ધાર્મિક સંગઠનો સનાતન સંસ્કૃતિની મર્યાદા જાળવવાની અપીલ કરી રહ્યા છે. આ અંગે વરતેજ પોલીસ મથકના PI એચ.કે.સોલંકીએ દિવ્ય ભાસ્કર સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ગઈ રાત્રે આ વિવાદ થયો હતો પણ બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું હતું.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં એમ્બ્રોઇડરી કામદારોની રજા મુદ્દે આંદોલન ઉગ્ર બન્યું:250 શ્રમિકો સામેના કેસની તપાસની માંગ; હાઇકોર્ટ-સુપ્રીમમાં જવાની ચીમકી; 30 હજાર કાર્યકરો સાથે શાંતિપૂર્ણ ‘સ્લીપિંગ સત્યાગ્રહ’ની ચેતવણી
    Next Article
    બોટાદ યાર્ડમાં કપાસની આવક શરૂ:પ્રતિ મણ રૂ. 1800-રૂ. 2000 ભાવ મળ્યો, રૂ. 2200-રૂ. 2500નો ભાવ મળે તેવી ખેડૂતોની માંગ, આવક વધવાની શક્યતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment