Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ યાર્ડમાં કપાસની આવક શરૂ:પ્રતિ મણ રૂ. 1800-રૂ. 2000 ભાવ મળ્યો, રૂ. 2200-રૂ. 2500નો ભાવ મળે તેવી ખેડૂતોની માંગ, આવક વધવાની શક્યતા

    1 day ago

    બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક શરૂ થઈ છે. હાલ પ્રતિ મણ રૂ. 1800થી રૂ. 2000ના ભાવ મળી રહ્યા છે. ખેતી ખર્ચ વધવાને કારણે ખેડૂતો ચિંતિત છે અને પ્રતિ મણ રૂ. 2200થી રૂ. 2500ના ભાવની માંગ કરી રહ્યા છે. છેલ્લા દસેક દિવસથી યાર્ડમાં ધીમી ગતિએ કપાસ આવી રહ્યો છે. બોટાદ ઉપરાંત ભાવનગર, સુરેન્દ્રનગર, અમરેલી અને રાજકોટ જિલ્લાના ખેડૂતો પણ અહીં કપાસ વેચવા આવે છે. કપાસના વાવેતરથી પાક તૈયાર કરવા સુધી પ્રતિ વીઘે અંદાજે રૂ. 17 હજારથી રૂ. 20 હજારનો ખર્ચ થાય છે. આથી ખેડૂતોને હાલના ભાવ પરવડતા નથી. યાર્ડના સેક્રેટરી અનકભાઈ મોભે જણાવ્યું કે, હાલ આશરે 35 હજાર મણ કપાસની આવક થઈ છે. આગામી દિવસોમાં આવક વધવાની શક્યતા છે. ખેડૂતોને ખરીદી બાદ તરત જ પૈસા ચૂકવાય છે.
    Click here to Read More
    Previous Article
    સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરે નવરાત્રિ પર રીલ અપલોડ કરતા વિવાદ:હિન્દુ સંગઠનોના વિરોધ બાદ વીડિયો હટાવી માફી માંગી, PIએ કહ્યું-બંને પક્ષ વચ્ચે સમાધાન થઈ ગયું
    Next Article
    હિંમતનગરની ત્રિવેણી વિદ્યાલયમાં વિજ્ઞાન મેળો યોજાયો:850 વિદ્યાર્થીઓએ 170 કૃતિઓ રજૂ કરી, SPએ ખુલ્લો મુક્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment