Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરની ત્રિવેણી વિદ્યાલયમાં વિજ્ઞાન મેળો યોજાયો:850 વિદ્યાર્થીઓએ 170 કૃતિઓ રજૂ કરી, SPએ ખુલ્લો મુક્યો

    1 day ago

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના મહેતાપુરામાં આવેલી ત્રિવેણી વિદ્યાલયમાં વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. ધોરણ 5 થી 12 ના 850 વિદ્યાર્થીઓએ 170 કૃતિઓ રજૂ કરી પોતાની સર્જનાત્મકતા બતાવી હતી. જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે આ પ્રદર્શન ખુલ્લો મુક્યો હતો. આ પ્રદર્શનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વિચાર, સંશોધન વૃત્તિ અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા વિકસાવવાનો હતો. વિદ્યાર્થીઓએ વિવિધ વિજ્ઞાન મોડેલ, પ્રયોગો અને નવા પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા. તેમણે ગણિત અને વિજ્ઞાનના વિષયોને સરળ રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો. આ પ્રસંગે ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ ઉપરાંત નગરપાલિકાના ઉપ પ્રમુખ ગોપાલસિંહ રાઠોડ, પૂર્વ પ્રમુખ અનિરુદ્ધ સોરઠીયા, ભરત પરમાર અને ત્રિવેણી વિદ્યાલયના શંભુ ભટ્ટ હાજર રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓની કૃતિઓ જોઈ તેમને પ્રોત્સાહિત કર્યા.
    Click here to Read More
    Previous Article
    બોટાદ યાર્ડમાં કપાસની આવક શરૂ:પ્રતિ મણ રૂ. 1800-રૂ. 2000 ભાવ મળ્યો, રૂ. 2200-રૂ. 2500નો ભાવ મળે તેવી ખેડૂતોની માંગ, આવક વધવાની શક્યતા
    Next Article
    Young Tigresses One Step Away From Historic Back-To-Back Asian Cup Qualification

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment