Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં એમ્બ્રોઇડરી કામદારોની રજા મુદ્દે આંદોલન ઉગ્ર બન્યું:250 શ્રમિકો સામેના કેસની તપાસની માંગ; હાઇકોર્ટ-સુપ્રીમમાં જવાની ચીમકી; 30 હજાર કાર્યકરો સાથે શાંતિપૂર્ણ ‘સ્લીપિંગ સત્યાગ્રહ’ની ચેતવણી

    1 day ago

    સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના એમ્બ્રોઇડરી ઉદ્યોગમાં શ્રમિકો દ્વારા એક દિવસની સાપ્તાહિક રજાની માંગણીને લઈને વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. લેબર વિભાગ દ્વારા પરિપત્ર જારી કરવામાં આવ્યો હોવા છતાં અનેક કારખાનેદારો રજા આપવાનો ઇનકાર કરી રહ્યા છે. આ દરમિયાન શ્રમજીવી ટ્રસ્ટના પ્રમુખ નૈષધ દેસાઈએ આંદોલન દરમિયાન 250 નિર્દોષ કામદારો સામે નોંધાયેલા ખોટા કેસોની તાત્કાલિક અને તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે. તેમણે ચીમકી આપી છે કે જો તંત્ર આગામી ત્રણ દિવસમાં તપાસ નહીં કરે, તો તેઓ હાઇકોર્ટ અને જરૂર પડ્યે સુપ્રીમ કોર્ટ સુધી કાનૂની લડાઈ લડશે. 'સ્લીપિંગ સત્યાગ્રહ' દ્વારા વિરોધ નોંધાવાશે, હિંસા નહીં થાય નૈષધ દેસાઈએ સ્પષ્ટતા કરી હતી કે મહાત્મા ગાંધીજી દ્વારા સ્થાપિત શ્રમજીવી ટ્રસ્ટ બંધારણીય મર્યાદામાં રહીને લડાઈ લડશે અને કાયદો હાથમાં નહીં લે. જો સમાધાન નહીં થાય, તો 30 લાખ શ્રમિકોમાંથી માત્ર 30 હજાર મુખ્ય કાર્યકરો 2 કલાક માટે જમીન પર સૂઈને શાંતિપૂર્ણ 'સ્લીપિંગ સત્યાગ્રહ' કરશે, જેથી તંત્રની આંખો ઉઘડે. તેમણે ઉમેર્યું કે શ્રમિકોના હિતોનું રક્ષણ કરવા માટે આગામી દિવસોમાં મજૂર આગેવાનો સાથે બેઠક યોજીને આગળની કાનૂની રણનીતિ ઘડવામાં આવશે. ઉદ્યોગ અન્ય રાજ્યોમાં શિફ્ટ થવાનું જોખમ અને કાયદા પાલનની અપીલ તેમણે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને લેબર કમિશનર સહિતના સત્તાધીશોને લવાદ બનીને વહેલી તકે સુમેળભર્યો ઉકેલ લાવવા વિનંતી કરી છે. જો આ રીતે સંઘર્ષ ચાલુ રહેશે, તો સુરતનો કાપડ ઉદ્યોગ અન્ય રાજ્યોમાં શિફ્ટ થઈ જવાનું મોટું જોખમ ઊભું થશે. તેમણે કારખાનેદારોને અપીલ કરી હતી કે તેઓ 100% નહીં તો કમસે કમ 50% શ્રમ કાયદાઓ અને સાપ્તાહિક રજાના મૂળભૂત અધિકારોનું પાલન કરે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં ગરબા સાથે ફેસ ડિટેક્શનથી મળશે ફ્રી HD ફોટા:કેસરિયા ગરબા-2026માં હેરિટેજ પોળ થીમ અને ડસ્ટ-ફ્રી ગ્રાઉન્ડનું ભવ્ય આયોજન, 8મા નોરતે 51,000 દિવડાઓની મહાઆરતી
    Next Article
    સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરે નવરાત્રિ પર રીલ અપલોડ કરતા વિવાદ:હિન્દુ સંગઠનોના વિરોધ બાદ વીડિયો હટાવી માફી માંગી, PIએ કહ્યું-બંને પક્ષ વચ્ચે સમાધાન થઈ ગયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment