Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં ગરબા સાથે ફેસ ડિટેક્શનથી મળશે ફ્રી HD ફોટા:કેસરિયા ગરબા-2026માં હેરિટેજ પોળ થીમ અને ડસ્ટ-ફ્રી ગ્રાઉન્ડનું ભવ્ય આયોજન, 8મા નોરતે 51,000 દિવડાઓની મહાઆરતી

    2 days ago

    જગતજનની મા અંબાની આરાધનાના પાવન પર્વ નવરાત્રિ નિમિત્તે ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબેન પટેલ પ્રેરિત સહાય ફાઉન્ડેશન દ્વારા રાજધાની ગાંધીનગરમાં આગામી 11થી 20 ઓક્ટોબર દરમિયાન ‘કેસરિયા ગરબા નવરાત્રિ-2026’નું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરને મળેલા યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટીના બિરુદને બિરદાવતા આ વર્ષે સમગ્ર ગરબા પરિસરને આપણી પ્રાચીન પોળ સંસ્કૃતિને પ્રતિબિંબિત કરતી વિશિષ્ટ હેરિટેજ થીમ પર સજાવવામાં આવી રહ્યું છે. 12 હજાર ખેલૈયાઓ માટે ડસ્ટ-ફ્રી મેદાન અને હાઇ-ટેક સુવિધાઓ ગાંધીનગરના રામકથા મેદાન ખાતે યોજાનાર આ મહોત્સવની વિગતો આપતાં સહાય ફાઉન્ડેશનના પ્રમુખ જીગરભાઈ પટેલે જણાવ્યું હતું કે, ખેલૈયાઓ અને પ્રેક્ષકોની સુવિધા માટે આયોજનમાં આધુનિક ટેકનોલોજી અને પરંપરાનો અનોખો સમન્વય કરાયો છે. 12,000 ખેલૈયાઓ એકસાથે રમી શકે તે માટે ખાસ ડસ્ટ-ફ્રી મેદાન અને 15,000 પ્રેક્ષકો માટે બેઠક વ્યવસ્થા ઊભી કરાઈ છે. વાહનો માટે 1 લાખ ચોરસ વારની વિશાળ પાર્કિંગ સ્પેસ ફાળવવામાં આવી છે. એન્ટ્રી માટે ડિજિટલ પાસની સુવિધા ઉપરાંત ખેલૈયાઓ QR કોડ અને ફેસ ડિટેક્શન ટેકનોલોજી દ્વારા પ્રોફેશનલ ફોટોગ્રાફરો દ્વારા ખેંચાયેલા પોતાના HD ફોટા વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકશે. કેસરિયા ગરબા મહોત્સવ 2026: મુખ્ય આકર્ષણો એક નજરે 51,000 દિવડાઓની મહાઆરતી અને મહિલા સશક્તિકરણ આ આયોજનમાં સામાજિક ઉત્તરદાયિત્વ અને સ્થાનિક કળાને પ્રોત્સાહન આપવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આઠમા નોરતે 51,000 દિવડાઓની વિશિષ્ટ આકૃતિ સાથે દિવ્ય મહાઆરતી યોજાશે. આ તમામ દિવડા બનાવવાનું કામ સ્થાનિક સખી મંડળની બહેનોને સોંપવામાં આવ્યું છે, જેનાથી માટીકામ કલા અને મહિલા સશક્તિકરણને મોટું આર્થિક બળ પૂરું પડ્યું છે. આ ઉપરાંત રેડક્રોસ સોસાયટીના સહયોગથી થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે દરરોજ રક્તદાન કેમ્પ યોજાશે, જ્યારે મુક-બધિર બાળકો, દિવ્યાંગો અને વૃદ્ધાશ્રમના વડીલો માટે વિશેષ બેઠક વ્યવસ્થા રાખવામાં આવી છે. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા અને દશેરાએ રાવણદહન સુરક્ષા માટે સમગ્ર પરિસરમાં સીસીટીવી કેમેરા, હેડ કાઉન્ટ ટેકનોલોજી, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખડેપગે રહેશે. અદ્યતન ફૂડ કોર્ટ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે સેલ્ફી લેવા માટેના વિશેષ ફોટો બૂથ તેમજ અંગદાન જાગૃતિ બૂથ પણ આકર્ષણ જમાવશે. મહોત્સવનું દરરોજ ફેસબુક અને યૂટ્યૂબ પર લાઈવ પ્રસારણ થશે, જ્યારે વિજયાદશમી (દશેરા) ના પર્વે રાવણદહનનો ભવ્ય કાર્યક્રમ યોજાશે.
    Click here to Read More
    Previous Article
    જંતર-મંતર ન પહોંચી શક્યા પ્રદર્શનકારીઓ, ટોપના નેતાઓની અટકાયત:38 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત, દિલ્હીમાં કિલ્લેબંધી; 7 મુદ્દામાં CJPને રોકવાની રણનીતિ
    Next Article
    સુરતમાં એમ્બ્રોઇડરી કામદારોની રજા મુદ્દે આંદોલન ઉગ્ર બન્યું:250 શ્રમિકો સામેના કેસની તપાસની માંગ; હાઇકોર્ટ-સુપ્રીમમાં જવાની ચીમકી; 30 હજાર કાર્યકરો સાથે શાંતિપૂર્ણ ‘સ્લીપિંગ સત્યાગ્રહ’ની ચેતવણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment