Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતની લાડલી ધ્વનિ ભાનુશાળીને મળ્યો 'દિલબર':'વાસ્તે' ફેમ સિંગરે બોયફ્રેન્ડ યશ સાથે સગાઈ કરી, સોશિયલ મીડિયા પર શેર કર્યાં રોમેન્ટિક PHOTOs

    1 day ago

    બોલિવૂડની જાણીતી પ્લેબેક સિંગર અને મૂળ ગુજરાતી પરિવારમાંથી આવતી ધ્વનિ ભાનુશાળીના જીવનમાં પ્રેમની નવી શરૂઆત થઈ છે. પોતાના મધુર અવાજથી 'વાસ્તે' અને 'દિલબર' જેવા સુપરહિટ ગીતો આપીને યુટ્યુબ પર 1 બિલિયનથી વધુ વ્યૂઝનો રેકોર્ડ બનાવનાર આ ગુજરાતી દીકરીએ પોતાના બોયફ્રેન્ડ યશ ભાનુશાળી સાથે સગાઈ કરી લીધી છે. આથમતાં સૂરજની સાક્ષીએ રોમેન્ટિક થયું કપલ ધ્વનિએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સગાઈની ચાર અત્યંત સુંદર અને રોમેન્ટિક તસવીરો શેર કરીને ચાહકોને આ ખુશખબર આપી છે: "મને મારી જિંદગીની કપકેક મળી ગઈ..." આ રોમેન્ટિક તસવીરો શેર કરતાં ધ્વનિએ એક ક્યૂટ કેપ્શન લખ્યું કે, "મને મારી જિંદગીની કપકેક મળી ગઈ. મેં હા કહી દીધી." ધ્વનિની આ પોસ્ટ સામે આવતા જ બોલિવૂડ સેલેબ્સ, મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના મિત્રો અને તેના ગુજરાતી ચાહકો તરફથી અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે. મૂળ કચ્છ-ગુજરાત સાથે જોડાયેલા છે મૂળિયાં મૂળ ગુજરાતના કચ્છી ભાનુશાળી પરિવાર સાથે નાતો ધરાવતી ધ્વનિ ભાનુશાળીએ ખૂબ જ નાની ઉંમરે બોલિવૂડમાં પોતાનો ડંકો વગાડ્યો છે. 'વાસ્તે', 'લે જા રે', 'દિલબર', 'નયન', 'કોકા', 'દુનિયા' અને 'સાયકો સૈયાં' જેવા ચાર્ટબસ્ટર ગીતો બાદ તેણે ગુજરાતી ફિલ્મોમાં પણ પોતાનો અવાજ આપ્યો છે. હવે સગાઈ બાદ આ કપલ જલ્દી જ લગ્નના તાંતણે બંધાઈ શકે છે, જોકે લગ્નની તારીખ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતના કાવ્યએ સદી ફટકારી ચૂકેલા પાકિસ્તાનીને પેવેલિયન ભેગો કર્યો:ઓપનર ઉસ્માન ખાન 107 રન બનાવીને આઉટ, કાવ્યને બીજી સફળતા મળી; PAKનો સ્કોર 274/3
    Next Article
    શાહરુખ સાથે 'જોશ'માં જોવા મળેલ હેન્ડસમ હંકની દયનીય હાલત!:શરદ કપૂર મેલાં કપડાં સાથે ખરાબ રૂમમાં કેદ, લાચારીમાં 4 કૂતરાઓનું રેસ્ક્યૂ; કહ્યું- 'કામ-મદદની જરૂર...'

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment