Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અર્શદીપ સિંહે ગર્લફ્રેન્ડ સમરીન કૌરને રોમેન્ટિક પ્રપોઝ કર્યું:ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યું- લાઇફે આપણને એકબીજા સાથે જોડ્યા; જુઓ સગાઈના PHOTOS

    7 hours ago

    ઈન્ડિયન ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે પોતાની ગર્લફ્રેન્ડ સમરીન કૌર સાથે સગાઈ કરી લીધી છે. આ કપલે સોશિયલ મીડિયાથી ફેન્સને આની માહિતી આપી છે. અર્શદીપ અને સમરીને એક પોસ્ટ શેર કરતા લખ્યું, “જીવન આપણને જે કંઈ પણ આપી શકતું હતું તેમાંથી હું સૌથી વધુ ખુશ એ વાતથી છું કે લાઇફે આપણને એકબીજા સાથે જોડ્યા. આપણે આખી જિંદગી સાથે રહીએ.” ર્શદીપે સગાઈની તસવીરો એવા દિવસે શેર કરી છે, જ્યારે તેઓ પંજાબ કિંગ્સ છોડીને મુંબઈ ઈન્ડિયન્સમાં ગયો છે. બુધવારે જ અર્શદીપ-હાર્દિકના ટ્રેડની સત્તાવાર પુષ્ટિ થઈ છે. જુઓ અર્શદીપ સિંહ-સમરીન કૌરના ફોટોઝ… જાણો અર્શદીપનો સંબંધ કેવી રીતે આગળ વધ્યો સ્નેપચેટના ફોટોથી શરૂ થઈ ચર્ચા એપ્રિલ 2026ની શરૂઆતમાં અર્શદીપ સિંહે તેના સ્નેપચેટ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો. ફોટામાં તે એક છોકરીનો હાથ પકડેલો જોવા મળ્યો, પરંતુ ચહેરો બતાવ્યો ન હતો. આ પછી ચાહકોએ છોકરીના હાથ પર બનેલા ટેટૂ અને નેલ આર્ટને નોટિસ કર્યું અને તેની સરખામણી પંજાબી મોડેલ અને અભિનેત્રી સમરીન કૌરની તસવીરો સાથે કરી. ટેટૂ મેચ થયા પછી બંનેના સંબંધોની ચર્ચા સોશિયલ મીડિયા અને મીડિયામાં શરૂ થઈ ગઈ. IPLમાં સમરીને અર્શદીપને સપોર્ટ કર્યો IPL 2026 દરમિયાન સમરીન કૌર ઘણી વખત પંજાબ કિંગ્સ (PBKS)ની મેચોમાં જોવા મળી હતી. તે ન્યૂ ચંદીગઢના મહારાજા યાદવેન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ અને મુંબઈના વાનખેડે સ્ટેડિયમના VIP સ્ટેન્ડમાં બેસીને અર્શદીપ સિંહને ચીયર કરતી જોવામાં આવી હતી. મેચો દરમિયાન તેની હાજરીએ બંનેના અફેરની ચર્ચાઓને વધુ તેજ બનાવી દીધી હતી. ત્યારબાદ ચંદીગઢ એરપોર્ટ પર બંને હાથ પકડીને નીકળ્યા. ધર્મશાલામાં સાથે ફરતા જોવા મળ્યા, એરપોર્ટ પર પણ સ્પોટ થયા મે મહિનામાં બંનેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. વીડિયોમાં અર્શદીપ અને સમરીન હિમાચલ પ્રદેશના ધર્મશાલાના રસ્તા અને સ્થાનિક બજારમાં હાથમાં હાથ નાખીને ફરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન બંનેને ચંદીગઢ એરપોર્ટ પર પણ સાથે જોવામાં આવ્યા હતા, જ્યાં તેઓ એકસાથે યાત્રા માટે પહોંચ્યા હતા અને મીડિયાના કેમેરામાં હસતા કેદ થયા હતા. જોકે, બંનેના પારિવારિક સભ્યો આ વાતને છુપાવતા રહ્યા. પ્રોફેશનલ મોડેલ અને એક્ટ્રેસ છે સમરીન સમરીન કૌરનો જન્મ 7 સપ્ટેમ્બર 1999ના રોજ જમ્મુ-કાશ્મીરમાં થયો હતો. વ્યવસાયે તે એક અભિનેત્રી, મોડેલ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. મોડેલિંગ ક્ષેત્રે ઝંપલાવતા પહેલા તેમણે પુણેની સિમ્બાયોસિસ કૉલેજમાંથી બી.કોમ (ઓનર્સ)ની ડિગ્રી મેળવી હતી. સમરીન ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેમણે ફેમિના મિસ ઇન્ડિયા 2018 સ્પર્ધામાં જમ્મુ અને કાશ્મીરનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ફાઇનલ સુધી પહોંચી હતી. કેટલું ભણેલી છે અર્શદીપ સિંહની ગર્લફ્રેન્ડ સમરીન કૌર? અભ્યાસની વાત કરીએ તો સમરીને સિમ્બાયોસિસ કોલેજ ઑફ આર્ટસ એન્ડ કોમર્સ, પુણેમાંથી B.Com (Honours)ની ડિગ્રી મેળવી. અભ્યાસ પૂરો કર્યા પછી તેણે એક્ટિંગમાં કરિયર બનાવ્યું. સમરીને કબીર ખાનની ફિલ્મ '83', ZEE5ની 'Nail Polish' અને પંજાબી ફિલ્મ 'Sardaar Ji 2'માં કામ કર્યું છે. આ સિવાય તે બાદશાહ, ગુરુ રંધાવા, ઝુબિન નૌટિયાલ, જસ માનક અને મનિન્દર બુટ્ટર જેવા મશહૂર સિંગર્સના મ્યુઝિક વીડિયોઝમાં પણ જોવા મળી ચૂકી છે. સોશિયલ મીડિયા પર જબરદસ્ત ફેન ફોલોઇંગ સોશિયલ મીડિયા પર પણ સમરીનની જબરદસ્ત ફેન ફોલોઇંગ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 4.6 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે, જ્યાં તે ફેશન, ટ્રાવેલ, ફિટનેસ અને લાઇનસ્ટાઇલ સાથે જોડાયેલી પોસ્ટ શેર કરે છે. તો બીજી તરફ અર્શદીપ સિંહના ઇન્સ્ટાગ્રામ પર 6 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. અર્શદીપ હવે મુંબઈ તરફથી રમશે હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહના ટ્રેડને BCCIની મંજૂરી મળી ગઈ છે. હવે હાર્દિક પંજાબ કિંગ્સ અને અર્શદીપ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમશે. બંને ખેલાડીઓની IPL ફી 18-18 કરોડની રહેશે. IPLએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને ઑફિશિયલ જાહેરાત કરી છે. પહેલીવાર પંજાબ સિવાયની કોઈ બીજી ટીમ તરફથી રમશે અર્શદીપ અર્શદીપે 2019માં પંજાબ કિંગ્સ માટે IPLમાં ડેબ્યૂ કર્યું હતું. અત્યાર સુધી તે આ જ ફ્રેન્ચાઇઝી માટે રમ્યો છે. તેણે 96 મેચમાં 111 વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેની ઇકોનોમી 9.18 રહી છે. પંજાબ પાસે ભારતીય ફાસ્ટ બોલરોમાં યશ ઠાકુર અને વિજયકુમાર વૈશાખ પણ છે. ********** અર્શદીપ સિંહ સંબંધિત આ સમાચાર પણ વાંચો… IPLમાં ચોંકાવનારી મેગા ટ્રેડ ડીલ પરથી અંતે પડદો હટ્યો: મુંબઈએ હાર્દિકનો સાથ છોડ્યો, પંડ્યા અને અર્શદીપ વચ્ચે 18 કરોડમાં અદલાબદલી થઈ હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહના ટ્રેડને BCCIની મંજૂરી મળી ગઈ છે. હવે હાર્દિક પંજાબ કિંગ્સ અને અર્શદીપ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમશે. સંપૂર્ણ સમાચાર વાંચો…
    Click here to Read More
    Previous Article
    વનડે બોલિંગ રેન્કિંગમાં ગુરનૂરને 60 સ્થાનનો ફાયદો:બેટર્સમાં ટોપ-4માં ત્રણ ભારતીયો; શુભમન ગિલ નંબર-1 પર યથાવત્
    Next Article
    હાથમતી જળાશયમાંથી 15 નવેમ્બરથી સિંચાઈનું પાણી છોડાશે:સાબરકાંઠા અને ગાંધીનગરના ચાર તાલુકાના 90 ગામ કવર થશે; રવિ પાક માટે પાંચ પાણ આપવાનું આયોજન

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment