Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાડું ન આપી મકાન પર કબજો કરી લીધો:મોટેરામાં સિનિયર સિટીઝનનો 60 લાખનો ફ્લેટ પચાવી પાડનાર 4 ભાડુઆત સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

    1 day ago

    મોટેરા વિસ્તારમાં સિનિયર સિટીઝનનો 60 લાખ રૂપિયાનો ફ્લેટ ભાડે રાખીને કબ્જો કરનાર 4 આરોપી સામે જિલ્લા કલેક્ટરના આદેશથી લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ ભાડુઆત મહિલા અને અન્ય ત્રણ લોકોએ 11 મહિનાના ભાડા કરારની મુદત પૂરી થયા બાદ પણ ફ્લેટ ખાલી કર્યો નહીં. જેમાં 5.85 લાખ રૂપિયાનું ચઢેલું ભાડું ના ચૂકવી અને 4.68 લાખ રૂપિયાનું ફર્નિચર તોડી નાખીને વૃદ્ધ દંપતીને ટાંટિયા તોડી નાખવાની તથા બદનક્ષીની ખોટી ફરિયાદ કરવાની ધમકીઓ આપી હતી,જે અંગે ચાંદખેડા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. રૂપાબેન મિશ્રાએ તેમના સિનિયર સિટીઝન માતા-પિતા વતી ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેમનો અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલ રત્નમ-1માં ફ્લેટ આવેલો છે. જે ફ્લેટ નીલમબેન શાહને 11 મહિના માટે જુલાઈ 2023થી મે 2024 સુધી માસિક 19,500 રૂપિયાના ભાડેથી આપ્યો હતો. ભાડા કરાર મુજબ ફ્લેટમાં માત્ર નીલમબેનને રહેવાનું હતું, પરંતુ તેમણે મકાન માલિકની જાણ બહાર અન્ય ત્રણ વ્યક્તિ સંજય, ધનંજય અને મૃત્યુંજયાને પણ ત્યાં રહેવા બોલાવી લીધા હતા. આ ચારેય જણાએ એપ્રિલ 2024થી મકાનનું ભાડું આપવાનું બંધ કરી દીધું હતું, જેના કારણે આજદિન સુધીનું કુલ ચડેલું ભાડું 5,85,000 રૂપિયા થઈ ગયું છે. મકાન ખાલી કરવા વારંવાર કહેવા છતાં આરોપીઓએ મકાન શોધવાના અને લગ્નપ્રસંગના બહાના કાઢીને મકાન પર કબ્જો રાખ્યો હતો. ભાડા કરારની મુદત 31-5-2024ના રોજ પૂરી થયા બાદ પણ આરોપીઓએ મકાન ખાલી કર્યું ન હતું અને મકાનમાં રહેલા ફર્નિચરને 4,68,000 રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું હતું. જ્યારે ભાડું માંગ્યું અને મકાન ખાલી કરવા કહ્યું, ત્યારે આરોપીઓએ સિનિયર સિટીઝન સાથે ગેરવર્તન કર્યું હતું અને ટાંટિયા તોડી નાખવાની ધમકી આપી હતી. વકીલ મારફતે નોટિસ મોકલવા છતાં આરોપીઓએ મકાન ખાલી કરવાને બદલે સામા રૂપિયાની માંગણી કરી બદનક્ષીની ખોટી ફરિયાદ કરવાની ધમકી આપી હતી.આખરે મકાન પર અનાધિકૃત રીતે કબ્જો કરી મિલકત પચાવી પાડવા બદલ જિલ્લા કલેક્ટરના આદેશથી ચારેય આરોપી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    પૂર્વ કેબિનેટમંત્રી અને કોંગ્રેસના દિગગજ નેતા રાજકોટમાં:સુનિલ છત્રપાલ કેદરે 1 નવેમ્બરે દિલ્હીમાં ‘વોટ બચાઓ, દેશ બચાઓ’ મહાઆંદોલનમાં ઉમટી પડવા અપીલ કરી, કહ્યું- લોકશાહી બચાવવાનો સમય
    Next Article
    ઉખરલા-માળનાથ માર્ગ પર ઝાડી-ઝાંખરામાંથી યુવાનનો નગ્ન અવસ્થામાં યુવકનો મૃતદેહ મળ્યો:ભાઈએ કહ્યું-મને હત્યા કરી હોવાની આશંકા છે, પ્લમ્બિગનું કામ કરતો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment