Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉખરલા-માળનાથ માર્ગ પર ઝાડી-ઝાંખરામાંથી યુવાનનો નગ્ન અવસ્થામાં યુવકનો મૃતદેહ મળ્યો:ભાઈએ કહ્યું-મને હત્યા કરી હોવાની આશંકા છે, પ્લમ્બિગનું કામ કરતો હતો

    7 hours ago

    ભાવનગરના ઉખરલા ગામથી માળનાથ જવાના માર્ગ પર વહેલી સવારે ઝાડી-ઝાંખરામાંથી યુવાનનો નગ્ન અવસ્થામાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. મૃતદેહ નજીક બાઈક પણ મળી આવ્યું હતું. બનાવની જાણ થતાં વરતેજ પોલીસ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી યુવાનનું મોત અકસ્માતે થયું છે કે અન્ય કોઈ કારણસર તે અંગે તપાસ હાથ ધરી છે.જ્યારે મૃતક યુવાન ના ભાઈએ હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી પોલીસ યોગ્ય તપાસ કરે તેવી માંગ કરી છે. મૃતક મુન્નાભાઈ હિમતભાઈ ડાભી ઉ.વ 29 ખડસલિયા ગામ રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે. બનાવની જાણ થતાં વરતેજ પોલીસ મથકના પીઆઈ એસ.કે. સોલંકી, લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. યુવાનનું મોત કયા સંજોગોમાં થયું, તે અકસ્માત છે કે અન્ય કોઈ કારણસર મોત થયું છે. તે મુદ્દે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટના અંગેની વધુ વિગતો પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. આ અંગે મૃતક યુવાનના ભાઈ દિપકભાઈ ડાભીએ જણાવ્યું હતું કે, તેમનો ભાઈ ભાવનગર શહેરના શિવાજી સર્કલ પાસે પ્લમ્બિંગનું કામ કરતો હતો અને તેને છ વર્ષનું બાળક પણ છે. ગતરાત્રે તેમનો ભાઈ પૈસાની ઉઘરાણી બાબતે ઘરેથી બહાર ગયો હતો, જે દરમિયાન આ ઘટના બની હોવાનું પરિવારજનોનું માનવું છે. પ્રાથમિક રીતે આ બનાવ હત્યા હોવાની શંકા વ્યક્ત કરી દિપક ડાભીએ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની યોગ્ય અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગણી કરી છે. તપાસમાં યુવાનનું અકસ્માતે મોત થયું હોવાનું લાગી રહ્યું છે: PI આ બનાવ અંગે વરતેજ પોલીસ મથકના પી.આઈ. એસ.કે. સોલંકીએ જણાવ્યું હતું કે, ઉખરલા ગામથી માળનાથ જવાના રસ્તા પર ઝાડી-ઝાંખરામાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હોવાની જાણ થતાં તેઓ સ્ટાફ સાથે સ્થળ પર પહોંચ્યા હતા. સ્થળ પરથી યુવાનનો નગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. બનાવ સ્થળની રોડની બંને બાજુ તપાસ કરતા યુવાનનું લોહી પણ મળી આવ્યું હતું. જોકે, હાલની પ્રાથમિક તપાસમાં યુવાનનું અકસ્માતે મોત થયું હોવાનું લાગી રહ્યું છે. જેથી પોલીસે હાલ અકસ્માત મોત અંગેની નોંધ (એ.ડી.) દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. મૃતદેહને પીએમ માટે ભાવનગરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ભાડું ન આપી મકાન પર કબજો કરી લીધો:મોટેરામાં સિનિયર સિટીઝનનો 60 લાખનો ફ્લેટ પચાવી પાડનાર 4 ભાડુઆત સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
    Next Article
    બોટાદ જૈન સંઘમાં ‘સન્મતિતર્ક – ન્યાયસુધા’ ગ્રંથનું વિમોચન:આચાર્ય હેમચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના આશીર્વાદથી જ્ઞાનમય સમારોહ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment