Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાથમતી જળાશયમાંથી 15 નવેમ્બરથી સિંચાઈનું પાણી છોડાશે:સાબરકાંઠા અને ગાંધીનગરના ચાર તાલુકાના 90 ગામ કવર થશે; રવિ પાક માટે પાંચ પાણ આપવાનું આયોજન

    6 hours ago

    સાબરકાંઠા જિલ્લાના હાથમતી જળાશયમાંથી રવિ સિઝન 2026-27 માટે 15 નવેમ્બરથી કેનાલ મારફતે સિંચાઈનું પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે. સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લાના ચાર તાલુકાના 90 ગામોના 6,200 હેક્ટર વિસ્તારમાં રવિ પાકની ખેતી માટે પાંચ પાણ પાણી આપવાનું આયોજન કરાયું છે. જળાશયમાંથી છોડાયેલું પાણી હાથમતી નદી દ્વારા હિંમતનગરના વિયર સુધી પહોંચશે અને ત્યાંથી કેનાલ નેટવર્ક દ્વારા ખેતરો સુધી પહોંચાડવામાં આવશે. બે જિલ્લાના ચાર તાલુકાને મળશે લાભ આ સિંચાઈ યોજનાનો મુખ્ય લાભ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના 33 અને પ્રાંતિજ તાલુકાના 43 ગામોને પ્રાપ્ત થશે. આ ઉપરાંત ગાંધીનગર જિલ્લાના ગાંધીનગર તાલુકાના 9 અને દહેગામ તાલુકાના 5 ગામોને પણ પાણી અપાશે. આમ બંને જિલ્લાના કૂલ 90 ગામોના 6,200 હેક્ટર જમીન વિસ્તારને રવિ સિઝનમાં ખેતી માટે પાંચ વખત પાણી આપવાનું આયોજન વહીવટી તંત્ર દ્વારા ઘડી કાઢવામાં આવ્યું છે. પાણીના જથ્થા અને વિતરણનું આયોજન હાથમતી જળાશયની કુલ પાણી સંગ્રહ ક્ષમતા 115 મિલિયન ઘનમીટર છે, જેમાંથી હાલમાં 93 મિલિયન ઘનમીટર પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. સિંચાઈ માટે હાથમતી જળાશયમાંથી સીધું 'અ' ઝોનમાં પાણી છોડવામાં આવશે. જ્યારે હાથમતી નદીમાં છોડાયેલું પાણી હિંમતનગરના હાથમતી વિયર મારફતે કેનાલ દ્વારા 'બ' અને 'ક' ઝોનના વિસ્તારો સુધી પહોંચાડાશે, જેથી ખેડૂતોને પાક માટે પૂરતું પાણી મળી રહેશે.
    Click here to Read More
    Previous Article
    અર્શદીપ સિંહે ગર્લફ્રેન્ડ સમરીન કૌરને રોમેન્ટિક પ્રપોઝ કર્યું:ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યું- લાઇફે આપણને એકબીજા સાથે જોડ્યા; જુઓ સગાઈના PHOTOS
    Next Article
    રાણપુરના રાજપરા ગામ પાસે કેનાલમાં વૃદ્ધ ડૂબ્યા:અઢી કલાકની જહેમત બાદ ફાયરબ્રિગેડે મૃતદેહને બહાર કાઢ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment