Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત યુનિવર્સિટીએ PHD પ્રવેશ પ્રક્રિયાનો કાર્યક્રમ જાહેર કર્યો:ઉમેદવારો 7 સપ્ટેમ્બર સુધી એક હજાર ફી ભરીને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે, 26 સપ્ટેમ્બરે બપોરે પ્રવેશ પરીક્ષા લેવાશે

    2 weeks ago

    ગુજરાત યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે Ph.D. અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે વિગતવાર કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, પીએચ.ડી. પ્રવેશ માટેની ઓનલાઈન રજિસ્ટ્રેશન અને ફી ભરવાની પ્રક્રિયા 25 ઓગસ્ટથી શરૂ થઈને આગામી 7 સપ્ટેમ્બર સુધી ચાલશે. ઉમેદવારો 1000 રૂપિયાની નિયત ઓનલાઈન રજિસ્ટ્રેશન ફી ભરીને પોતાની અરજી સબમિટ કરી શકશે. રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ઉમેદવારોએ પોતાના તમામ શૈક્ષણિક દસ્તાવેજો, સંશોધન સંબંધિત વિગતો તેમજ NET, GSET અથવા GATE જેવી લાયકાતના પ્રમાણપત્રો સંબંધિત વિભાગમાં જમા કરાવવાના રહેશે. 25 ઓગસ્ટથી દસ્તાવેજ ચકાસણી, 18 સપ્ટેમ્બરે આખરી યાદી જાહેર થશે પ્રવેશ પ્રક્રિયાના ભાગરૂપે ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણી પ્રક્રિયા 25 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર દરમિયાન પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ 11 સપ્ટેમ્બરના રોજ યુનિવર્સિટી દ્વારા પ્રોવિઝનલ એલિજિબિલિટી યાદી પ્રસિદ્ધ કરાશે. જો કોઈ ઉમેદવારને આ યાદી સામે કોઈ વાંધો કે વિસંગતતા જણાય તો તેઓ 14 થી 16 સપ્ટેમ્બર દરમિયાન પોતાના વાંધા-સૂચનો રજૂ કરી શકશે. તમામ રજૂઆતોના નિરાકરણ બાદ 18 સપ્ટેમ્બરે અંતિમ એલિજિબિલિટી યાદી જાહેર કરવામાં આવશે અને લાયક ઉમેદવારો 23 સપ્ટેમ્બર બાદ પોર્ટલ પરથી ઓનલાઈન એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે. 26 સપ્ટેમ્બરે 2 કલાકની પરીક્ષા, OMR સાથે પ્રશ્નપત્ર પણ પરત લેવાશે પીએચ.ડી. માટેની પ્રવેશ પરીક્ષા 26 સપ્ટેમ્બરના રોજ બપોરે 12:00 થી 2:00 વાગ્યા દરમિયાન આયોજિત કરવામાં આવી છે. લૉ, એજ્યુકેશન અને જર્નાલિઝમ વિભાગના ઉમેદવારો માટે પરીક્ષાનો સમય બપોરે 1:00 વાગ્યા સુધીનો રહેશે. પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવારોને પ્રશ્નપત્ર સાથે લઈ જવા દેવામાં આવશે નહીં અને OMR શીટની સાથે પ્રશ્નપત્ર પણ પરત જમા લઈ લેવાશે. પરીક્ષા સંબંધિત કોઈપણ રજૂઆત કે પ્રશ્ન માટે ઉમેદવારો પરીક્ષાના દિવસે જ સ્કૂલ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ ખાતે સંપર્ક કરી શકશે. યુનિવર્સિટી પ્રશાસને તમામ પ્રવેશવાંચ્છુ ઉમેદવારોને નિયત સમયમર્યાદામાં પોતાની પ્રક્રિયા પૂર્ણ કરવા તાકીદ કરી છે.
    Click here to Read More
    Previous Article
    બિલ્ડરે 85 લાખનો સાટાખત રદ કરાવવા દાવો કર્યો હતો:ટાઈટન-54ના ફ્લેટ ધારકની તરફેણમાં ચુકાદો આપી ડેવલોપર્સ સામે ફ્લેટ વેચાણ, ગીરો કે ટ્રાન્સફર કરવા કોર્ટે કામચલાઉ મનાઈ હુકમ ફરમાવ્યો
    Next Article
    27મીએ PM મોદી સાથે 8 લાખ યુવાનોનો ‘ખેલો ઈન્ડિયા સંવાદ’:દેશના 1600થી વધુ સ્થળેથી થશે સીધું વર્ચ્યુઅલ કનેક્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment