Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    27મીએ PM મોદી સાથે 8 લાખ યુવાનોનો ‘ખેલો ઈન્ડિયા સંવાદ’:દેશના 1600થી વધુ સ્થળેથી થશે સીધું વર્ચ્યુઅલ કનેક્ટ

    2 weeks ago

    રાષ્ટ્રીય રમત દિવસની પૂર્વસંધ્યાએ દેશભરના યુવાનોને રમતગમત, નેતૃત્વ અને રાષ્ટ્રનિર્માણની પ્રક્રિયા સાથે જોડવાના ઉદ્દેશથી 27 ઓગસ્ટના રોજ દેશવ્યાપી ‘ખેલો ઈન્ડિયા સંવાદ: ખેલ કી બાત PM કે સાથ’ એટલે કે ‘વિકસિત ભારત યુવા કનેક્ટ’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સવારે 10 વાગ્યે યોજાનારા આ વિશાળ રાષ્ટ્રીય કાર્યક્રમમાં દેશભરના 1600થી વધુ સ્થળોએથી 8 લાખથી વધુ યુવાનો એકસાથે જોડાશે, જેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી સંબોધિત કરશે. ગાંધીનગરમાં યોજાયેલી સંયુક્ત પત્રકાર પરિષદમાં માય ભારત ગુજરાત, NSS અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) ના ઉચ્ચ અધિકારીઓએ આ કાર્યક્રમની રૂપરેખા જાહેર કરી હતી. દરેક જિલ્લાની 2 કોલેજોમાં આયોજન, રાષ્ટ્રીય ખેલાડીઓ યુવાનો સાથે સંવાદ કરશે NSSના પ્રાદેશિક નિયામક ડૉ. કમલ કુમાર કર અને SAI ના ડેપ્યુટી ડાયરેક્ટર અશોક કુમારે વિગતો આપતાં જણાવ્યું હતું કે દેશના દરેક જિલ્લામાં પસંદગીની 2 કોલેજોમાં આ કાર્યક્રમ યોજાશે. યુવાનોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ અને ઉત્સાહ વધારવા માટે દેશના શ્રેષ્ઠ અને રાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ પણ આ મંચ પર ઉપસ્થિત રહેશે. આ ખેલાડીઓ છેલ્લા 12 વર્ષમાં સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં આવેલા બદલાવો, સરકારની પ્રોત્સાહક રમતગમત નીતિઓ અને પોતાના અનુભવો અંગે યુવા પેઢી સાથે સીધો સંવાદ સાધશે. PMના સંબોધન બાદ સ્થાનિક સ્તરે 15 મિનિટનો વિશેષ સંવાદ યોજાશે વડાપ્રધાનના વર્ચ્યુઅલ સંબોધન બાદ દરેક કેન્દ્ર પર સ્થાનિક સાંસદ, ધારાસભ્ય, મંત્રીઓ અને સિનિયર ખેલાડીઓની ઉપસ્થિતિમાં આશરે 15 મિનિટનો સ્થાનિક યુવા સંવાદ યોજવામાં આવશે. આ સત્રમાં યુવાનો પોતાના વિચારો, સૂચનો, પ્રશ્નો અને ભવિષ્યની આકાંક્ષાઓ સીધી રીતે જનપ્રતિનિધિઓ સમક્ષ રજૂ કરી શકશે. ઓલિમ્પિક્સ 2036 અને યુવા સશક્તિકરણ સહિતના 4 મુખ્ય મુદ્દાઓ પર મંથન આ સંવાદ કાર્યક્રમમાં મુખ્યત્વે 4 પાયાના વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જેમાં ગ્રાસરૂટ સ્તરે મજબૂત સ્પોર્ટ્સ ઈકોસિસ્ટમનું નિર્માણ કરવું, વર્ષ 2036 ના ઓલિમ્પિક્સ માટે વૈશ્વિક સ્તરની પ્રતિભાશાળી રમતવીરોની ટીમ તૈયાર કરવી, ગવર્નન્સ અને નીતિનિર્માણમાં યુવાનોની સક્રિય ભાગીદારી વધારવી તેમજ વિકસિત ભારતના સંકલ્પ માટે યુવા શક્તિનું સશક્તિકરણ કરવાનો સમાવેશ થાય છે. QR કોડથી સૂચનો સ્વીકારાશે કાર્યક્રમમાં સહભાગી થનારા યુવાનો પોતાના મૂલ્યવાન સૂચનો QR કોડ સ્કેન કરીને ડિજિટલ માધ્યમથી મોકલી શકશે. આ સાથે સ્થળ પર ‘વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ ક્વિઝ’ નું પણ આયોજન કરવામાં આવ્યું છે. હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે 29 ઓગસ્ટે ઉજવાતા રાષ્ટ્રીય રમત દિવસ પૂર્વે આયોજિત આ પહેલ દેશના યુવાનો માટે રમતગમત ક્ષેત્રે નવી ઊર્જાનો સંચાર કરનારું એક ઐતિહાસિક પ્લેટફોર્મ પૂરવાર થશે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત યુનિવર્સિટીએ PHD પ્રવેશ પ્રક્રિયાનો કાર્યક્રમ જાહેર કર્યો:ઉમેદવારો 7 સપ્ટેમ્બર સુધી એક હજાર ફી ભરીને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે, 26 સપ્ટેમ્બરે બપોરે પ્રવેશ પરીક્ષા લેવાશે
    Next Article
    રાજકોટમાં ટાઈટન-54 ફ્લેટ વિવાદમાં બિલ્ડરને ઝટકો:80.55 લાખ વસૂલ્યા પછી સાટાખત રદ કરાવવા ગયેલા ડેવલોપર્સ સામે કોર્ટે ફરમાવ્યો સ્ટે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment