Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બિલ્ડરે 85 લાખનો સાટાખત રદ કરાવવા દાવો કર્યો હતો:ટાઈટન-54ના ફ્લેટ ધારકની તરફેણમાં ચુકાદો આપી ડેવલોપર્સ સામે ફ્લેટ વેચાણ, ગીરો કે ટ્રાન્સફર કરવા કોર્ટે કામચલાઉ મનાઈ હુકમ ફરમાવ્યો

    2 weeks ago

    રાજકોટ શહેરના પોશ વિસ્તાર ગણાતા નાનામવા રોડ પર આવેલા 'ટાઈટન-54' હાઈરાઈઝ બિલ્ડિંગ પ્રોજેક્ટમાં ફ્લેટ ધારક અને બિલ્ડર વચ્ચેના વિવાદમાં સિવિલ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. ગ્રાહક પાસેથી 80.55 લાખ રૂપિયા જેટલી માતબર રકમ વસૂલી લીધા બાદ બાકી કામ પૂરું કરવાને બદલે સાટાખત રદ કરાવવા ગયેલા ડેવલોપર્સ અને તેના ભાગીદારો સામે કોર્ટે લાલ આંખ કરી છે. અદાલતે ફ્લેટ ધારકની તરફેણમાં વચગાળાનો કામચલાઉ મનાઈ હુકમ (સ્ટે) ફરમાવીને ડેવલોપર્સને આ વિવાદિત ફ્લેટ અન્ય કોઈ વ્યક્તિને વેચાણ કરવા, ગીરો મૂકવા, બક્ષીસ આપવા કે ટ્રાન્સફર કરવા પર સ્પષ્ટ રોક લગાવી દીધી છે. 80.55 લાખ ચૂકવ્યા બાદ 85 લાખનો સાટાખત કર્યો, છતાં કામ પૂરું ન કર્યું વિગતો અનુસાર, નાનામવા સ્થિત ટાઈટન-54 બિલ્ડિંગના C વિંગમાં 6ઠ્ઠા માળે આવેલો ફ્લેટ નંબર 602 લવજીભાઈ પદમશીભાઈ દોમડીયા તથા દિપેન લવજીભાઈ દોમડીયાએ ખરીદ કર્યો હતો. આ સોદા પેટે ખરીદદારે ડેવલોપર્સને કુલ 80,55,000 રૂપિયાની માતબર રકમ ચૂકવી આપી હતી, જેના આધારે બિલ્ડરે 19 ઓક્ટોબર 2019 ના રોજ 85 લાખ રૂપિયાના વેચાણનો કાયદેસર નોંધાયેલ સાટાખત કરી આપ્યો હતો. જોકે, ફ્લેટમાં સિવિલ અને ઇલેક્ટ્રિક વર્ક સહિતનું જરૂરી ફિનિશિંગ કામ પૂર્ણ કરીને સમયસર કબજો સોંપવાને બદલે ડેવલોપર્સે કામ અધૂરું છોડી દીધું હતું. આ બાબતે ફ્લેટ ધારકે રેરા (RERA) ઓથોરિટી સમક્ષ ફરિયાદ દાખલ કરી હતી. બિલ્ડરે સાટાખત રદ કરવા દાવો માંડતા ફ્લેટ ધારકે કાઉન્ટર ક્લેઈમ કર્યો રેરામાં કાર્યવાહી ચાલી રહી હતી તે દરમિયાન ડેવલોપર્સના ભાગીદારોએ પોતાના બચાવમાં સાટાખત રદ કરાવવા માટે સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરી દીધો હતો. આ દાવાની સામે ફ્લેટ ધારક પક્ષે પોતાના કાયદેસરના હકોના રક્ષણ માટે કોર્ટમાં કાઉન્ટર ક્લેઈમ રજૂ કરી વચગાળાના મનાઈ હુકમની દાદ માંગી હતી. ફ્લેટ ધારક તરફથી એડવોકેટ મેહુલ મહેતા અને સુરેશ ફળદુની ટીમે કોર્ટ સમક્ષ ધારદાર દલીલો રજૂ કરતાં જણાવ્યું હતું કે, ગ્રાહક પાસેથી કરોડોની રકમ મેળવી લીધા બાદ કબજો આપવાને બદલે સાટાખત રદ કરવાનો દાવો કરવો તદ્દન ગેરવાજબી અને અન્યાયી છે. કોર્ટે દસ્તાવેજી પુરાવા ગ્રાહ્ય રાખી ફ્લેટના વેચાણ-ટ્રાન્સફર પર મનાઈ ફરમાવી સિવિલ કોર્ટે બંને પક્ષોની દલીલો, નાણાકીય લેવડદેવડના દસ્તાવેજી પુરાવા અને કાયદાકીય પાસાઓની ઝીણવટભરી ચકાસણી કર્યા બાદ ફ્લેટ ધારકની માંગણીને માન્ય રાખી હતી. અદાલતે ડેવલોપર્સ અને ભાગીદારો વિરુદ્ધ કામચલાઉ મનાઈ હુકમ જારી કરીને વિવાદિત ફ્લેટના કોઈપણ પ્રકારના ત્રાહિત હિત ઊભા કરવા કે વેચાણ-ટ્રાન્સફર કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. કોર્ટના આ આદેશથી ગ્રાહકના હિતોનું રક્ષણ થયું છે.
    Click here to Read More
    Previous Article
    US Plans Massive Hike In H-1B Visa Fee, Indians Brace For Big Impact
    Next Article
    ગુજરાત યુનિવર્સિટીએ PHD પ્રવેશ પ્રક્રિયાનો કાર્યક્રમ જાહેર કર્યો:ઉમેદવારો 7 સપ્ટેમ્બર સુધી એક હજાર ફી ભરીને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે, 26 સપ્ટેમ્બરે બપોરે પ્રવેશ પરીક્ષા લેવાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment