Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડૉ. અજય રાવલને શિક્ષણશાસ્ત્રમાં PhD બદલ સન્માનિત કરાયા:રાષ્ટ્રીય પરિસંવાદમાં “ડૉ. મફતલાલ પટેલ સંશોધન પારિતોષિક – 2025” એનાયત

    10 hours ago

    ગાંધીનગર નિવાસી ડૉ. અજય રાવલને શિક્ષણશાસ્ત્રમાં પીએચ.ડી. પૂર્ણ કરવા બદલ “ડૉ. મફતલાલ પટેલ સંશોધન પારિતોષિક – ૨૦૨૫” એનાયત કરવામાં આવ્યું છે. આ સન્માન અમદાવાદમાં યોજાયેલા એક રાષ્ટ્રીય પરિસંવાદ દરમિયાન તેમને અર્પણ કરાયું હતું. અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા તા. 15 માર્ચ, 2026 (રવિવાર) ના રોજ અમદાવાદ ખાતે “એ.આઈ. ટેક્નોલોજી – ભારતીય શિક્ષણ પ્રણાલીમાં આશીર્વાદ કે અભિશાપ?” વિષયક રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરનાર શિક્ષણવિદોને વિવિધ સન્માનો અને પારિતોષિકોથી નવાજવામાં આવ્યા હતા. ડૉ. અજય રાવલ કડી સર્વ વિશ્વવિદ્યાલયની એસ. એસ. પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન, ફેકલ્ટી ઓફ એજ્યુકેશન ખાતે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છે. તેમને પદ્મશ્રી રતિલાલ બોરીસાગર, પ્રખ્યાત પત્રકાર દેવેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણવિદ ડૉ. મફતલાલ પટેલ જેવા પ્રતિષ્ઠિત મહાનુભાવોના હસ્તે આ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. ડૉ. રાવલનું પીએચ.ડી. સંશોધન કાર્ય “ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓની આધ્યાત્મિક બુદ્ધિ અને આત્મ ગૌરવનો કેટલાંક ચલોના સંદર્ભમાં અભ્યાસ” વિષય પર આધારિત છે. આ સંશોધન પ્રો. ડૉ. વીણાબેન પટેલ, ડીનશ્રી, ફેકલ્ટી ઓફ એજ્યુકેશન, કડી સર્વ વિશ્વવિદ્યાલયના માર્ગદર્શન હેઠળ પૂર્ણ થયું છે. આ કાર્યક્રમમાં દેશભરના શિક્ષણવિદો, સંશોધકો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. અજય રાવલને મળેલું આ સન્માન તેમના શૈક્ષણિક સંશોધન અને શિક્ષણક્ષેત્રે આપેલા યોગદાન માટે એક મહત્ત્વપૂર્ણ પુરસ્કાર ગણાય છે.
    Click here to Read More
    Previous Article
    ચાર પાઠદાન કેન્દ્રનો વાર્ષિકોત્સવ:હિંમતનગરમાં બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા
    Next Article
    વેપારીના ગળા પર છરી મૂકીને લૂંટ:બાપુનગરમાં અસામાજીક તત્વને લોકોએ પકડીને મેથીપાક આપ્યો, પોલીસ પેટ્રોલિંગ ન કરતી હોવાનો આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment