Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાર પાઠદાન કેન્દ્રનો વાર્ષિકોત્સવ:હિંમતનગરમાં બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા

    12 hours ago

    હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં એન.જી. સર્કલ પાસે આવેલા પાલિકા સંચાલિત બગીચામાં રવિવારે રાષ્ટ્રીય સેવા ભારતી સંલગ્ન કર્મધામ હિંમતનગર દ્વારા સંચાલિત ચાર પાઠદાન કેન્દ્રોનો વાર્ષિકોત્સવ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. આ પાઠદાન કેન્દ્રોમાં બાળકોને વિનામૂલ્યે શિક્ષણ અને સંસ્કારનું સિંચન કરવામાં આવે છે, જ્યાં રોજ ચાર શિક્ષકો ટ્યુશન કરાવે છે. વાર્ષિકોત્સવમાં વિવેકાનંદ, માધવ પાર્ક, સરસ્વતી અને કેશવ પાઠદાન કેન્દ્રોના કુલ 70 બાળકોએ ભાગ લીધો હતો અને પોતાની મૌલિકતા દર્શાવતી સુંદર કૃતિઓ રજૂ કરી હતી. આ પ્રસંગે પાઠદાન કેન્દ્રની ચાર બહેનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શારદા વિદ્યામંદિર વડાલીના વક્તા ગૌતમભાઈ આચાર્ય, કર્મધામના ટ્રસ્ટી અને પ્રમુખ રમેશભાઈ સોરઠીયા, પરિમલભાઈ પંડિત, મહેન્દ્રભાઈ પટેલ, અનિરુદ્ધભાઈ સોરઠીયા અને ડૉ. મહેન્દ્રભાઈ સોની સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લલીતભાઈ પટેલ, જશુભાઈ સોની અને જિલ્લાના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી. શહેરના શ્રેષ્ઠીઓ જેવા કે કેશવ ઉપનગર કાર્યવાહ ભાવેશભાઈ પટેલ, માધવ ઉપનગર કાર્યવાહ વિશાલભાઈ સોરઠીયા, નિવૃત્ત બેંક મેનેજર ભરતભાઈ પરમાર, ગોપાલસિંહ રાઠોડ, કનુભાઈ દવે તેમજ શહેરના નાગરિકો અને પાઠ કેન્દ્રના બાળકોના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ખંભાળિયાની તરઘડી ડમ્પિંગ સાઈટ પર આગ લાગી:ફાયર ટીમે સમયસર કાબુ મેળવી મોટી દુર્ઘટના ટાળી
    Next Article
    ડૉ. અજય રાવલને શિક્ષણશાસ્ત્રમાં PhD બદલ સન્માનિત કરાયા:રાષ્ટ્રીય પરિસંવાદમાં “ડૉ. મફતલાલ પટેલ સંશોધન પારિતોષિક – 2025” એનાયત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment