Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેપારીના ગળા પર છરી મૂકીને લૂંટ:બાપુનગરમાં અસામાજીક તત્વને લોકોએ પકડીને મેથીપાક આપ્યો, પોલીસ પેટ્રોલિંગ ન કરતી હોવાનો આક્ષેપ

    9 hours ago

    શહેરના બાપુનગરમાં અસામાજીક તત્વનો આતંક સામે આવ્યો છે. વેપારીના ગળા પર છરી મૂકીને કાઉન્ટરમાં હાથ નાખીને રૂ. 2200 લૂંટીને ફરાર થઇ ગયો હતો. વેપારીએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને તેનો પીછો કરીને પકડીને મેથીપાક ચખાડીને પોલીસના હવાલે કર્યો હતો. આ અંગે બાપુનગર પોલીસે શખ્સ સામે ગુનો નોધીને તેની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. આ વિસ્તારમાં અગાઉ પણ કેટલાક લોકોને તેણે છરી મારી હોવાનો બનાવ બન્યો છે, ત્યારે આવા સામાજિક તત્વો વિસ્તારમાં પોલીસને ગાંઠતા ન હોવાનું અને પોલીસ પેટ્રોલિંગ કરતી ન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ પણ છે. આરોપીએ દુકાને આવીને પહેલાં બિભત્સ ગાળો ભાંડી મળતી માહિતી મુજબ, બાપુનગરમાં વિસ્તારમાં 56 વર્ષીય ગોપાલસિંગ વર્મા ચતુરદાસ હજારીમલની ચાલી પાસે આઇસ્ક્રીમની દુકાન ધરાવી ધંધો કરે છે. 14 માર્ચે રાત્રિના સમયે તેઓ પુત્ર અમીત અને ભત્રીજા વિષ્ણુ અને કારીગરો સાથે હાજર હતા. ત્યારે સામે ગંગાનગરની ચાલીમાં રહેતો સુનિલ રાવત છરી લઇને દુકાને આવીને બિભત્સ ગાળો બોલીને ગોપાલસિંગના ગળા પર છરી મૂકીને દુકાનના કાઉન્ટરમાંથી રૂ. 2200 લૂંટીને નાસી ગયો હતો. જેથી ગોપાલ સિંગે બૂમાબૂમ કરતા આસપાસના વેપારીઓ અને કારીગરોએ આવીને સુનિલની પાછળ દોડ્યા હતા. સૌરાષ્ટ્ર પટેલ સોસાયટી પાસે સુનિલ નીચે પડી જતા લોકોએ તેને પકડી પાડીને મેથીપાક ચખાડીને પોલીસના હવાલે કર્યો હતો. આરોપીએ અગાઉ પણ અન્ય વેપારી પર હુમલો કર્યો હતો ભૂતકાળમાં અગાઉ પણ આ વ્યક્તિ દ્વારા બીજા વેપારીઓ ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો. વેપારીઓ દ્વારા લેખિતમાં પોલીસ આ તત્વ સામે કાર્યવાહી કરવા માટે સહી સાથે લખાણ પણ આપ્યું છે. બાપુનગર વિસ્તારમાં બનતા આવા બનાવોને લઈને પોલીસ પણ નિષ્ક્રિય હોવાનું સામે આવ્યું છે. આ અંગે ગોપાલસિંગે સુનિલ સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે સુનિલની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ડૉ. અજય રાવલને શિક્ષણશાસ્ત્રમાં PhD બદલ સન્માનિત કરાયા:રાષ્ટ્રીય પરિસંવાદમાં “ડૉ. મફતલાલ પટેલ સંશોધન પારિતોષિક – 2025” એનાયત
    Next Article
    AIIMSના ઇન્ટર્ન તબીબના આપઘાતમાં નવા ઘટસ્ફોટ:ઈન્સ્ટાગ્રામમાં સુસાઈડ નોટ મૂકી લખ્યું- સાથી વિદ્યાર્થીઓ જ શારીરિક-માનસિક ત્રાસ આપતા, સ્ત્રી મિત્રનો પણ ઉલ્લેખ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment