Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડની ચણવઈ PHC માં સગર્ભા માતાઓને યોગ શીખવાયા:પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન હેઠળ વિશેષ કાર્યક્રમ યોજાયો

    2 days ago

    વલસાડ તાલુકાના ચણવઈ ગામ સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (PMSMA) અંતર્ગત એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સગર્ભા માતાઓને યોગ, પ્રાણાયામ, આહાર અને વિહાર સંબંધિત પ્રાયોગિક જ્ઞાન પૂરું પાડવામાં આવ્યું. PMSMA હેઠળ દર મહિનાની ૯ અને ૨૫ તારીખે સગર્ભા માતાઓની ANC પ્રોફાઇલની તપાસ કરવામાં આવે છે. આ તપાસમાં શારીરિક અને રક્ત પરીક્ષણનો પણ સમાવેશ થાય છે. આ સર્વગ્રાહી અભિગમના ભાગરૂપે, કાર્યક્રમ દરમિયાન અગ્નિહોત્ર યજ્ઞનું પણ આયોજન કરાયું હતું. ચણવઈ વિસ્તારની સગર્ભા માતાઓને તનુજાબેન અને તેમની 'ડિવાઇન હેલ્થ' ટીમ દ્વારા ગર્ભાવસ્થા દરમિયાનના યોગ અને અગ્નિહોત્ર યજ્ઞનું પ્રાયોગિક નિદર્શન કરાવવામાં આવ્યું. આ પ્રવૃત્તિઓ માતા અને બાળકના આરોગ્ય માટે અત્યંત લાભદાયી હોવાનું જણાવાયું હતું. આ કાર્યક્રમમાં સગર્ભા માતાઓને પોષણયુક્ત આહાર સંબંધિત 'પોષણ સેતુ'ની વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચણવઈ ખાતે બ્રહ્માકુમારી કેન્દ્ર, ચણવઈ દ્વારા સગર્ભા માતાઓને રાખડી બાંધવામાં આવી હતી અને પોષણના ભાગરૂપે પ્રોટીનયુક્ત ચણાના પેકેટનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    સંસદ માર્ચમાં પોલીસ અત્યાચાર-તપાસ સમિતિ ફરીથી બનાવવાની માગ:સુપ્રીમ કોર્ટમાં સોલિસિટર જનરલ બોલ્યા- કોઈએ મજાક કરી, આ કોર્ટ રાજકીય મંચ નથી
    Next Article
    જૂનાગઢના રાજુ સોલંકીના પુત્રને માર મારવાના કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ:બંને પક્ષોએ જિલ્લા કોર્ટમાં સમાધાન થયું હોવાની જુબાની આપી, તમામ 11 આરોપીને દોષમુક્ત કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment