Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા કાજીવાડા PHCમાં પોલિયો રસીકરણ કાર્યક્રમ:ઉપપ્રમુખ ઈશાંત સોનીની ઉપસ્થિતિમાં 0-5 વર્ષના બાળકોને રસી અપાઈ

    1 day ago

    ગોધરા શહેરના કાજીવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ભારત સરકારના SNDI પ્રોગ્રામ અંતર્ગત 0 થી 5 વર્ષના બાળકો માટે પોલિયો રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગોધરા નગરપાલિકાના ઉપપ્રમુખ ઈશાંતભાઈ સોની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપપ્રમુખ ઈશાંતભાઈ સોનીએ બાળકોને પોલિયો જેવી ગંભીર બીમારીથી સુરક્ષિત રાખવા માટે રસીકરણના મહત્વ અંગે માહિતી આપી હતી. તેમણે વાલીઓ અને નાગરિકોને પોતાના તેમજ આસપાસના તમામ બાળકોનું સમયસર રસીકરણ કરાવી પોલિયો મુક્ત ભારતના સંકલ્પને મજબૂત બનાવવામાં સહભાગી બનવા અપીલ કરી હતી. આ પ્રસંગે આરોગ્ય વિભાગના અધિકારીઓ, આરોગ્ય કર્મચારીઓ, આશા વર્કરો તેમજ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય કર્મચારીઓ દ્વારા બાળકોને પોલિયોના ટીપાં પીવડાવી રસીકરણની કામગીરી કરવામાં આવી હતી. પોલિયો જેવી ગંભીર બીમારીને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે સરકાર દ્વારા ચલાવવામાં આવતા રસીકરણ અભિયાનમાં દરેક નાગરિકનો સહકાર અત્યંત આવશ્યક છે. સ્વસ્થ અને સુરક્ષિત બાળપણ વિકસિત ભારતના પાયા સમાન છે.
    Click here to Read More
    Previous Article
    શાહરૂખે ધક્કો માર્યો છતાં શિલ્પા કેમ હસતી રહી?:32 વર્ષ પછી એક્ટ્રેસે પહેલીવાર 'બાઝીગર'ના સીન પાછળની વાર્તા જણાવી
    Next Article
    કસ્ટમના સ્નિફર ડોગે 11 કરોડનો ગાંજો ઝડપી પાડ્યો:બેંગકોકથી અમદાવાદ એરપોર્ટ પર આવેલા જૂનાગઢના મુસાફરની બેગમાંથી હાઈબ્રીડ ગાંજો મળ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment