Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં PGVCLએ ₹30.15 લાખનો દંડ ફટકાર્યો:39 ટીમોએ 538 વીજ જોડાણોની ચકાસણી કરી, 81 કેસ પકડાયા

    23 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં PGVCL દ્વારા વીજ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન કુલ 538 વીજ જોડાણોની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં 81 વીજ ચોરીના કેસ પકડી પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં કુલ ₹30.15 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. PGVCL, સુરેન્દ્રનગરના અધિક્ષક ઇજનેર એન.એન. અમીનની રાહબરી હેઠળ 39 ટીમોએ આ કામગીરી કરી હતી. આ ટીમોને 34 પોલીસકર્મીઓ દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી અને 4 વીડિયોગ્રાફર પણ તૈનાત કરવામાં આવ્યા હતા. ચેકિંગ સુરેન્દ્રનગર વર્તુળના અણીયાણી, ભાડવાણા, દેવસર, ગુંદીયાળા, ટુવા, ખાખરાળી, રાજાવાડ, વરસાણી અને વઢવાણ જેવા વિસ્તારોમાં કરવામાં આવ્યું હતું. ચકાસણી કરાયેલા 538 વીજ જોડાણોમાં 498 ઘર વપરાશના, 29 વાણિજ્યિક હેતુના અને 10 ખેતીવાડીના જોડાણોનો સમાવેશ થાય છે. પકડાયેલા 81 વીજ ચોરીના કેસોમાં 77 ઘર વપરાશના, 3 વાણિજ્યિક હેતુના અને 1 ખેતીવાડીનો વીજ જોડાણનો કેસ હતો. આ ઉપરાંત, વીજ જોડાણ વગરના 41 વીજ ચોરીના કેસ પણ પકડવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સ્પીડ પોસ્ટથી રાખડી મોકલવા પર 10% ડિસ્કાઉન્ટ:રાજકોટ હેડ પોસ્ટ ઓફિસમાં રક્ષાબંધન નિમિત્તે વિશેષ કાઉન્ટર શરૂ, કોઈપણ ટોકન કે લાઇન વિના સીધું બુકીંગ કરાશે
    Next Article
    દહેગામમાં 2 કલાકમાં દોઢ ઇંચ વરસાદથી જળબંબાકાર:ગાંધીનગર, કલોલ અને માણસાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment