Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળ પાલિકાને PGVCLની નોટિસ:₹1.55 કરોડનું વીજ બિલ બાકી, કડક કાર્યવાહીની તૈયારી

    10 hours ago

    વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાને પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા ₹1.55 કરોડના બાકી વીજ બિલની ચુકવણી ન થતા નોટિસ ફટકારવામાં આવી છે. PGVCL દ્વારા જારી કરાયેલી વિગતો અનુસાર, નગરપાલિકા પર પાણી પુરવઠા, સ્ટ્રીટ લાઈટ અને અન્ય વ્યાપારિક જોડાણો પેટે કુલ ₹155.93 લાખ (₹1.55 કરોડ)ની રકમ બાકી છે. જો આ બિલની સમયસર ચુકવણી નહીં થાય અને વીજ કનેક્શન કાપી નાખવામાં આવશે, તો શહેરના લોકોને પાણી પુરવઠા અને સ્ટ્રીટલાઈટ જેવી આવશ્યક સેવાઓમાં વિક્ષેપનો સામનો કરવો પડી શકે છે.PGVCL વેરાવળ વિભાગીય કચેરીના કાર્યપાલક ઈજનેર જી.બી. વાઘેલાએ જણાવ્યું હતું કે, આ બાકી રકમની વસૂલાત માટે નગરપાલિકા તંત્રને અગાઉ અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆતો કરવામાં આવી હતી.તેમણે ઉમેર્યું હતું કે, આટલી રજૂઆતો છતાં પાલિકા તંત્ર દ્વારા બિલની ચુકવણી બાબતે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. આથી, વીજ કંપનીને હવે કડક વલણ અપનાવવાની ફરજ પડી છે.
    Click here to Read More
    Previous Article
    જોરાવરનગર પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ કરણકુમાર પન્નાનું સન્માન:સમાજ સેવકોએ શુભેચ્છા મુલાકાત કરી ટ્રાફિક મુદ્દે ચર્ચા કરી
    Next Article
    યુવકને ફોસલાવી ગઠિયો બે લાખ લઈ છૂમંતર:બેંક બહાર બે અજાણ્યા શખસોએ યુવકની થેલીમાંથી બે લાખ સરકાવી લીધા, પોલીસે વધુ તપાસ હાથ ધરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment