Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુવકને ફોસલાવી ગઠિયો બે લાખ લઈ છૂમંતર:બેંક બહાર બે અજાણ્યા શખસોએ યુવકની થેલીમાંથી બે લાખ સરકાવી લીધા, પોલીસે વધુ તપાસ હાથ ધરી

    8 hours ago

    વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં બેંક બહાર યુવકને વાતોમાં ફસાવી તેની થેલીમાંથી રૂપિયા 2 લાખ ચોરી કરાયાની ઘટના સામે આવી છે. બનાવ અંગે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે બે અજાણ્યા શખસો સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. બેંકમાંથી રૂપિયા ઉપાડ્યા બાદ બે શખસો યુવક પાસે આવ્યા પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ માંજલપુરના શિવનગર રઝા મસ્જિદ પાસે રહેતા મેરાજઅલી ઈદરીસઅલી શેખ (ઉ.વ. 30) તા. 13 માર્ચના રોજ બપોરે અંદાજે 12 થી 12:20 વાગ્યા દરમિયાન મકરપુરા GIDC વિસ્તારમાં ભુમિ બેકરી પાસે આવેલી યુનિયન બેંક ઓફ ઇન્ડિયા ખાતે રૂપિયા ઉપાડવા ગયા હતા. તેમણે બેંકમાંથી રૂપિયા બે લાખ ઉપાડ્યા બાદ બે અજાણ્યા શખસો તેમની પાસે આવ્યા હતા. બંને શખસો થેલીમાંથી બે લાખની રકમ કાઢી લઈ ફરાર બન્ને શખસોએ ફરિયાદીને નોટો બદલી આપવાની અને નાસ્તો કરાવવાની વાત કરી તેમને વાતોમાં ફસાવી બેંકની બહાર લઈ ગયા હતા. ત્યારબાદ એક શખસે ફરિયાદીની પૈસા ભરેલી થેલીમાં રૂમાલમાં બાંધેલું બંડલ મૂકી દીધું અને ફરિયાદીની નજર ચૂકવી તેની થેલીમાંથી રૂપિયા બે લાખની રકમ કાઢી લઈ ફરાર થઈ ગયા હતા. માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી પછી ફરિયાદી ઘરે પહોંચ્યા બાદ બંડલ તપાસતા પહેલી અને છેલ્લી નોટ સાચી નીકળી હતી. જ્યારે વચ્ચેની બધી નોટોની જગ્યાએ કાગળ મૂકવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. આ રીતે ગઠિયાઓએ ચતુરાઈપૂર્વક રૂપિયા લઈને ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળ પાલિકાને PGVCLની નોટિસ:₹1.55 કરોડનું વીજ બિલ બાકી, કડક કાર્યવાહીની તૈયારી
    Next Article
    Iran Unveils Vast 'Kamikaze Fleet' In Underground 'Missile City'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment