Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PGVCL એક્શન મોડમાં:જિલ્લામાં PGVCL દ્વારા 2 દિવસમાં 15.72‎લાખના બાકીદારોના 170 વીજ જોડાણ કપાયા‎

    14 hours ago

    અધિક્ષક ઇજનેર, સુરેન્દ્રનગર એન. એન. અમીનની રાહબરી હેઠળ પીજીવીસીએલની તા. 12 અને 13 ફેબ્રુઆરી એમ બે દિવસ જિલ્લાના વિસ્તારોમાં વીજ ચેકીંગની કામગીરી કરવામાં આવી હતી. જે માટે એસઆરપીના જવાનો તથા પોલીસ સ્ટાફ દ્વારા પ્રોટેકશન આપવામાં આવેલા હતા. તેમજ વીડીયોગ્રાફરો મુકાયા હતા. પીજીવીસીએલ, સુરેન્દ્રનગર તરફથી મળતી માહિતી અનુસારવીજ ચેકીંગની કામગીરી દરમિયાન કુલ 491 ટીમોએ કાર્યવાહી કરી હતી. જેમાં બે દિવસમાં 15.72 લાખની બાકી રકમના 170 વીજકનેકશનો કાપી નાંખવામાં આવતા વીજચોરી કરતા તત્વોમાં દોડધામ મચી હતી. આ ઉપરાંત બે દિવસમા 7704 ગ્રાહકો પાસેથી રૂ. 323.77 લાખની વસૂલાત પણ કરાઈ હતી. આ અંગે પીજીવીસીએલ સુરેન્દ્રનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેર એન.એન.અમીને જણાવ્યું કે જે ગ્રાહકો બિલ ભરપાઈ નહીં કરે તેમના વીજ જોડાણો કોઈ પણ શેહ-શરમ વગર કાપી નાખવામાં આવશે. વીજ વિક્ષેપથી બચવા અને કનેક્શન કપાવાની અગવડતા નિવારવા અને પુનઃ જોડાણ માટે વધારાનો ચાર્જ ભરપાઈ ન કરવો પડે તે માટે વહેલી તકે પોતાના બાકી લેણાં ઓનલાઈન અથવા નજીકની પેટા વિભાગીય કચેરીએ જઈને ભરી દે.તેમ ખાસ જણાવવામાં આવ્યુ છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર બ્રેકિંગ:સુરેન્દ્રનગરમાં 36 વર્ષે નવી 17 ટીપી અમલમાં આવશે‎
    Next Article
    MGVCLની મેગા ડ્રાઈવ:વીજ બિલના 178 લાખ વસૂલવા 210 ટીમો મેદાને

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment