Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    MGVCLની મેગા ડ્રાઈવ:વીજ બિલના 178 લાખ વસૂલવા 210 ટીમો મેદાને

    16 hours ago

    દાહોદ જિલ્લામાં MGVCL દ્વારા બાકી વીજ બિલની વસૂલાત માટે આક્રમક અભિગમ અપનાવી મોટા પાયે ‘ડિસ-કનેક્શન ડ્રાઈવ' યોજવામાં આવી હતી. જિલ્લામાં કુલ 178.29 લાખ રૂા.ની માતબર રકમ બાકી હોય તંત્ર દ્વારા 210 જેટલી ટીમો બનાવી વીજ જોડાણ કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દાહોદ શહેરમાં 20 ટીમોએ કસ્બા વિસ્તાર, એમજી રોડ, ગોદી રોડ અને સ્ટેશન રોડ જેવા વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી. જે ગ્રાહકોના બે કે તેથી વધુ બિલ બાકી હતા. તેઓને સ્થળ પર જ નાણાં ભરવાની તક આપવામાં આવી હતી. જે ગ્રાહકોએ તાત્કાલિક ચૂકવણી ન કરી તેઓના વીજ જોડાણો સ્થળ પર જ કાપી નાખવામાં આવ્યા હતા. આ કડક કાર્યવાહીના પગલે બાકીદારોમાં ફફડાટ ફેલાયો હતો અને લોકો બિલ ભરવા વીજ કચેરીએ દોડી ગયા હતા. જિલ્લાના વિવિધ ડિવિઝનોમાં થયેલી કામગીરીમાં દાહોદ ગ્રામ્ય-2માં સૌથી વધુ 37.94 લાખની રકમ બાકી નીકળી હતી. જ્યારે ઝાલોદમાં 28.38 લાખ અને ફતેપુરામાં 20.84 લાખની બાકી રકમ માટે ટીમોએ સઘન કામગીરી કરી હતી. ગરબાડા, દેવગઢ બારીયા, લીમખેડા, લીમડી અને ધાનપુરમાં પણ 20થી 24 ટીમોએ ઘરે-ઘરે જઈને ડિસ-કનેક્શનની કાર્યવાહી કરી હતી. MGVCL દ્વારા બે દિવસ અગાઉ જ અપીલ કરવામાં આવી હોવા છતાં નાણાં ન ભરનારા ગ્રાહકો સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. તંત્ર દ્વારા સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યા છે કે જો વીજ બિલની ચૂકવણી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ હજુ વધુ તેજ બનાવવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    PGVCL એક્શન મોડમાં:જિલ્લામાં PGVCL દ્વારા 2 દિવસમાં 15.72‎લાખના બાકીદારોના 170 વીજ જોડાણ કપાયા‎
    Next Article
    RTOમાં સર્વર ઠપ:કાળઝાળ ગરમીમાં અરજદારો પરેશાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment