Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાયબર ગાઠીયાઓના નિશાને સરકારી કચેરીઓ..!:રાજકોટમાં PGVCLના MDના નામે 45 લાખના ફ્રોડ બાદ રૂડાના ચેરમેનના નામે 30 લાખની માંગણી કરી સાયબર ફ્રોડનો પ્રયાસ કરાયો

    2 days ago

    રાજકોટ સહીત સમગ્ર દેશમાં સાયબર ફ્રોડની ઘટનામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે ગુનેગારો પણ સાતિર બની રોજ બરોજ નવી નવી મોડેસ ઓપરેન્ડી અપનાવી રૂપિયા પડાવવાની ઘટના સતત વધી રહી છે ત્યારે હવે નવી મોડેસ ઓપરેન્ડીમાં સાયબર ગાઠીયાઓના ઇસારે સરકારી કચેરીઓ આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ગઈકાલે PGVCLના MD ના નામે રૂપિયા 45 લાખનું સાયબર ફ્રોડ થયા બાદ આજે રાજકોટ અર્બન ડેવલોપમેન્ટ એરિયા (રૂડા)ના ચેરમેનના નામે રૂપિયા 30 લાખની માંગણી કરવામાં આવી હતી જો કે રૂડાના અધિકારીએ સતર્કતા દાખવી અને રૂપિયા ટ્રાન્સફર કરવા બદલે ખરાઈ કરતા મેસેજ કરી રૂપિયા માંગનાર ફ્રોડ હોવાનું સામે આવતા વધુ એક સરકારી કચેરીના રૂપિયા સાયબર ગઠિયાના હાથમાં આવતા બચી ગયા છે જેની જાણ સાયબર ક્રાઇમ પોલીસને કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે PGVCLના MDના નામથી મેસેજ કરનાર મોબાઈલ નંબરનું સીમકાર્ડ બિહારના વ્યક્તિના નામે હોવાનું તેમજ જે એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા તે બંગાળનું બેન્ક એકાઉન્ટ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસ 45 પૈકી 33 લાખ જેથી રકમ હોલ્ડ કરી ફ્રીઝ કરી દીધેલ છે જયારે 2.50 લાખ વિથડ્રો થયા હોવાનું સામે આવ્યું છે અને બાકીની 9.50 લાખ રકમ અંગે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. PGVCLના MDના નામે 45 લાખનું સાયબર ફ્રોડ રાજકોટ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, PGVCLના ફાઇનાન્સ વિભાગના જનરલ મેનેજર કિંતુકુમાર શશીકાંતભાઇ મલકાણ (ઉ.વ.54)એ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં વોટ્સએપ નંબર 9708561452 તેમજ અલગ અલગ બેંકના એકાઉન્ટ નંબરના ધારક સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, ગઈકાલે તેઓ રાજકોટ PGVCL ઓફીસમાં હતા ત્યારે 1 વાગ્યે અજાણ્યા મો.નં. 9708561452 પરથી વોટ્સએપમાં મેસેજ આવ્યો હતો અને તેમાં PGVCLના MD કેતન જોશીનો પ્રોફાઇલ ફોટો હતો મેસેજમાં લખ્યું હતું કે, આ મારો પર્સનલ નંબર છે સેવ કરી લેજો અને બીજા સાથે શેર ન કરતા. બાદમાં વોઇસ કોલ કરતા રીસીવ ન કરી હું મિટિંગમાં છું તેવો મેસેજ આવ્યો હતો. આ પછી ફરિયાદીને મેસેજ આવ્યો જેમાં મનીષા મંડલના બેંક એકાઉન્ટ નંબર આપી અને તેમાં RTGSથી રૂ.45,60,904 ચુકવણી હમણાં જ PGVCL એકાઉન્ટ્સ દ્વારા કરો અને મને યુટીઆર નંબર મોકલો. ચુકવણી કર્યા પછી હું તમને બધી ઔપચારિકતાઓ પૂરી પાડીશ જેથી ફરિયાદીએ PGVCLના SBI જીમખાના બ્રાંચમાંથી RTGS કર્યું હતું. આ પછી બપોરના 03:48 વાગ્યે વોટસએપમાં બીજુ પેમન્ટ માટે મેસેજ આવ્યો જેમાં રૂ.30,60,801નું RTGS મોકલો અને આ છેલ્લી ચુકવણીની રીત હમણાં જ બનાવજો. મારી મીટિંગ પછી હું તમને બધી ઔપચારિકતાઓ પૂરી પાડીશ. ઝડપથી કરવાનો પ્રયાસ કરજો જેથી ફરીયાદી MD કેતન જોષીને રૂબરૂ ઓફીસમાં મળતા તેઓએ જણાવ્યું કે, આ વોટસએપ નંબર મારો નથી તેમજ મે આવા કોઇ પેમેન્ટના મેસેજ કર્યા નથી જેથી તુરંત જ ઓનલાઇન પોર્ટલ 1930માં કોલ કરી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. હાલ રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી બેક એકાઉન્ટમાં રૂપિયા 33 લાખની રકમ ફ્રીઝ કરી દેવામાં આવી છે જયારે 2.50 લાખ રૂપિયા વિથડ્રો બંગાળ રાજ્યમાંથી થયા હોવાનું સામે આવતા એક ટીમને તપાસ આર્ટ બંગાળ મોકલવામાં આવી છે જયારે બાકીની રકમ અંગે તપાસ હાલ ચાલુ છે. પોલીસ તપાસમાં મોબાઈલ નંબર બિહારના શખ્સના નામે રજીસ્ટર હોવાનું અને બેન્ક એકાઉન્ટ બંગાળના હોવાનું સામે આવ્યું છે. રૂડાના અધિકારી નામે 30 લાખ માંગ્યા ઉલ્લેખનીય છે કે સાયબર ફ્રોડ આચરનારાના નિશાના પર સરકારી કચેરીઓ આવી ગઈ હોય તેમ PGVCL બાદ આજે રૂડા કચેરીના અધિકારી સાથે છેતરપિંડીનો પ્રયાસ થયો છે જેમાં સાયબર ગઠિયાએ પોતાની ઓળખ રૂડાના સીઈઓ જી.વી. મિયાણી તરીકે આપી હતી અને રૂપિયા 30 લાખ ટ્રાન્સફર કરવા બાબતે એકાઉન્ટ વિગત પણ મોકલી હતી જો કે રૂડાના અધિકારીએ સતર્કતા દાખવી રૂપિયા ટ્રાન્સફર ન કરી તપાસ કરતા ફ્રોડ હોવાનું માલુમ પડતા વધુ એક સરકારી કચેરીના રૂપિયા સાયબર ગાઠીયાઓના હાથમાં આવતા અટકી ગયા છે..
    Click here to Read More
    Previous Article
    'વેકેશન બેચના નામે ધમધમતી શાળાઓ બંધ કરાવો':કોંગ્રેસનું DEOને અલ્ટિમેટમ, 'જો શિક્ષણ વિભાગ પગલા નહીં લે તો શાળાએ પહોંચી હલ્લાબોલ કરીશું'
    Next Article
    પ્રદીપ ગુરુજીની રીલ જોઈને નકલી નોટના રવાડે ચડેલા નબીરા ઝડપાયા:વડોદરાની ખાનગી યુનિ.ના 5 વિદ્યાર્થીઓ સહિત 6 પાસેથી 500ના દરની 85 નોટ મળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment