Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રદીપ ગુરુજીની રીલ જોઈને નકલી નોટના રવાડે ચડેલા નબીરા ઝડપાયા:વડોદરાની ખાનગી યુનિ.ના 5 વિદ્યાર્થીઓ સહિત 6 પાસેથી 500ના દરની 85 નોટ મળી

    2 days ago

    વડોદરા શહેરની HDFC બેંકની એક બ્રાન્ચમાં જમા થયેલી 500ના દરની 20 નકલી નોટ ઝડપાયા બાદ ચોંકાવનારી વિગત સામે આવી છે. જ્યારે પોલીસે નકલી નોટના નેટવર્ક તપાસ શરૂ કરી તો વડોદરાની ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા એક બાદ એક પાંચ આરોપીઓના નામ સામે આવ્યા. જેઓ પાસેથી પોલીસે 85 નોટ કબજે કરી છે. ઝડપાયેલા આરોપીઓ પૈકીના એક આરોપીએ થોડા સમય પહેલા જ ઝડપાયેલા પ્રદીપ ગુરુજીની રીલ જોઈ હતી. રીલ જોયા બાદ તેને નકલી નોટના ધંધાનો વિચાર આવ્યો હતો અને એક બાદ એક અન્ય મિત્રોને જોડ્યા હતા. આરોપીઓએ રાજસ્થાનના શખસ પાસેથી નકલી નોટ મેળવી હતી અને વડોદરા વટાવવાની શરૂઆત કરી હતી. તમામ વિદ્યાર્થીઓ ધનિક પરિવારમાંથી આવે છે અને તેમના પરિવાર બિઝનેસ અને વેપાર ધંધા સાથે સંકળાયેલા છે. 20 નકલી નોટની તપાસમાં પોલીસ એક બાદ એક 6 આરોપીઓ સુધી પહોંચી ગત 28 એપ્રિલના રોજ વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી એચડીએફસી બેંકના કેશ ડિપોઝિટ મશીનમાં 500 રૂપિયાના દરની 20 નકલી ચલણી નોટો જમા થઈ હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે 30 એપ્રિલે ડીસીબી(ક્રાઇમ બ્રાંચ) પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને આ કેસની તપાસ વડોદરા એસઓજી પોલીસને સોંપવામાં આવી હતી. એસઓજીના પીઆઇ બી.ડી. જીતીયાએ તુરંત આ કેસને ઉકેલવા માટે ટીમો બનાવી હતી અને ટેક્નિકલ તથા હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન વડોદરાની ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ખાતાધારક સાગર રમેશભાઈ મારૂને ઝડપી પાડ્યો હતો. તેના નિવાસસ્થાને તપાસ દરમિયાન 2.18 લાખ રૂપિયા જપ્ત આવ્યા હતા. પોલીસ પૂછપરછમાં તેણે નકલી નોટો તેના મિત્ર નિસર્ગ પટેલ પાસેથી મળી હોવાનું જણાવ્યું હતું. પોલીસે નિસર્ગ પટેલને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી રૂ. 500 રૂપિયાની 35 નકલી નોટો કબજે કરી હતી. તેની પૂછપરછમાં ધનુષ હલ્લીકેરીનું નામ સામે આવ્યું હતું. જેથી પોલીસે ધનુષને પણ ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી 50 નકલી નોટો જપ્ત કરી હતી. આ સમગ્ર કાવતરામાં ભાવેશ શર્મા અને તીર્થ લીખીયાની સંડોવણી બહાર આવતા તેમને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા. રાજસ્થાનના શખ્સો પાસેથી નકલી નોટ મેળવ્યાનો ખુલાસો વિદ્યાર્થીઓની પૂછપરછમાં નકલી નોટો રાજસ્થાનના અક્ષય ગોયેલ અને મનોહર ઉર્ફે મુન્ના ગુજ્જર પાસેથી મેળવી હોવાનો ખુલાસો થયો હતો. જેના આધારે એસઓજીની ટીમ રાજસ્થાન પહોંચી ગઈ હતી અને 4 મેના રોજ અક્ષય ગોયેલને ઝડપી પાડ્યો હતો, જ્યારે મનોહર ગુજ્જર ફરાર થઇ ગયો હતો અને જેની શોધખોળ હાલ ચાલુ છે. પોલીસે આરોપીઓ પાસેથી કૂલ 500ના દરની 85 નકલી ચલણી નોટો, રોકડા રૂ. 2.27 લાખ, હ્યુન્ડાઈ ક્રેટા કાર, 5 મોબાઇલ ફોન સહિત કુલ 11,89,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સમગ્ર ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓને કોર્ટમાં રજુ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સુરતના પ્રદીપ ગુરુજીની રીલ જોઈને નકલી નોટનો ધંધો શરૂ કર્યો! પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, અમદાવાદ ક્રાઇમ બ્રાંચે પકડેલા સુરતના પ્રદીપ ગુરુજીની ધરપકડની રીલ જોઇને એક વિદ્યાર્થીને નકલી નોટોનો ધંધો કરવાનો વિચાર આવ્યો હતો. આ દરમિયાન ધનુષ અને મુન્નો ઇન્સ્ટાગ્રામ પર મિત્રો બન્યા હતા. ત્યાંથી જ આ નકલી નોટોના વ્યવહારની વાત શરૂ થઈ હતી અને ધનુષ રાજસ્થાન ગયો હતો. જ્યાં તેને અક્ષય મળ્યો હતો. જેથી ધનુષે 50 હજાર રૂપિયા અક્ષયના ખાતામાં ટ્રાન્સફર કર્યાં હતા. તેની સામે અક્ષયે તેને 1 લાખ રૂપિયા નકલી નોટો આપી હતી. જે લઇને ધનુષ વડોદરા આવ્યો હતો અને તેણે તેના મિત્રોને લાલચ આપી હતી. સ્કીમ એવી હતી કે, 10,000 ઓરિજનલ સામે 20,000 નકલી નોટો આપવી. એટલે કે એકના ડબલ કરવાની લાલચમાં આ યુવકો નકલી નોટો લઈને તેને માર્કેટમાં અસલી તરીકે વટાવવા માંગતા હતા. મુન્નો પકડાશે ત્યારે જ ખબર પડશે કે, તે નોટો પોતે છાપતો હતો કે, ક્યાંકથી લાવતો હતો. અત્યારે તો તેનો ફોન સ્વીચ ઓફ છે, પોલીસ તેને શોધી રહી છે. પકડાયેલ આરોપીઓના નામ સરનામા:- 1. સાગર રમેશભાઇ મારૂ, રહે. ઇ-403, કાન્હા ડ્રીમલેન્ડ, વૈકુંઠ સોસાયટી સામે, પરીવાર-ખટંબા રોડ, વડોદરા શહેર મૂળ રહે. મકાન નંબર-૦1, જલારામ સોસાયટી, લીંક રોડ, ડુંગરી ગામ, તા.જી.વલસાડ 2. નિસર્ગ દિનેશભાઇ પટેલ, રહે. 104, હાન્ડે જીમ બિલ્ડીંગ, ગુરૂકુળ ચાર રસ્તા પાસે, વડોદરા શહેર મુળ રહે. નાની વહીયાળ ગામ, આમલી ફળીયુ, તા.ધરમપુર જી.વલસાડ 3. ધનુષ પ્રકાશભાઇ હલ્લીકેરી, હાલ રહે. રૂમ નંબર-337, શીવાલીક પેલેસ હોસ્ટેલ, દત્તપુરા, પારૂલ યુનિવસીર્ટી પાસે, વાધોડીયા રોડ, તા.વાઘોડીયા જી.વડોદરા મુળ રહે. 404, વિકાસપાર્ક સોસાયટી સર્કીટ હાઉસની બાજુમાં, મોરબી, તા.જી.મોરબી. 4. ભાવેશ નિલકમલ શર્મા, હાલ રહે. 555, શ્યામલ કાઉન્ટી, એસ્ટાન્ઝા હોસ્ટેલ પાસે, વાઘોડીયા રોડ, વડોદરા શહેર મુળ રહે. 21, આદર્શ સોસાયટી, ભાગ્યલક્ષ્મી સોસાયટી પાસે, ધરમપુર ગામ, તા.જી.મોરબી. 5. તીર્થ વિનોદભાઇ લીખીયા, રહે. રૂમ નંબર-217, શીવાલીક પેલેસ હોસ્ટેલ, દત્તપુરા, પારૂલ યુનિવર્સીટી પાસે, વાઘોડીયા રોડ, તા.વાઘોડીયા જી.વડોદરા મુળ રહે. ત્રીજો માળ, શીવાલય એપાર્ટમેન્ટ, પંચવટી સોસાયટી, રવાપર રોડ, મોરબી તા.જી.મોરબી 6. અક્ષય સાંવરલાલ ગોયેલ, રહે. રામનગર-2, અમરીકા બાડીયા, ક્રુષી મંડી રોડ, બ્યાવર, તા.જી. વ્યાવર, રાજસ્થાન ફરાર આરોપીનું નામ 1. મનોહર ઉર્ફે મુન્ના માંગીલાલ ગુજ્જર (રહે. રાજસ્થાન)
    Click here to Read More
    Previous Article
    સાયબર ગાઠીયાઓના નિશાને સરકારી કચેરીઓ..!:રાજકોટમાં PGVCLના MDના નામે 45 લાખના ફ્રોડ બાદ રૂડાના ચેરમેનના નામે 30 લાખની માંગણી કરી સાયબર ફ્રોડનો પ્રયાસ કરાયો
    Next Article
    રિક્ષાચાલકોને અપાતા ભાડામાં રેપિડોએ ઘટાડો કરતા વિરોધ:પ્રતિ કિ.મી. 15થી ઘટાડીને 12 રૂપિયા કરી દેવાયા, ભાસ્કરે રિયાલિટી ચેક કરતા એપ પર 1 કિ.મી.નો રૂ. 45 ચાર્જ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment