Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારે વરસાદની સ્થિતિ સમયે શાળાઓ માટે DEOની ગાઈડલાઈન:જરૂર પડે તો રજા અંગે જાતે નિર્ણય લેવા શાળાઓને સૂચના, નવા રોડની કામગીરીને લઈ વાલીઓને સાવચેત કરાશે

    15 घंटे पहले

    ભારે વરસાદની સ્થિતિ સમયે શાળાના બાળકોને હેરાન પરેશાન ન થવું પડે તે માટે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ગાઇડલાઈન આપવામાં આવી છે. અતિ ભારે વરસાદ હોય તો શાળા દ્વારા વિવેકબુદ્ધિથી વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખી નિર્ણય લેવા સૂચના આપવામાં આવી છે. તેમજ બાળકો જે રસ્તા પરથી શાળાએ આવતા હોય છે તેનું નિરીક્ષણ કરી લેવા પણ શાળાઓને આદેશ કરવામાં આવ્યો છે. તેમજ અમદાવાદની તમામ શાળાઓને ગાઇડલાઇનનું પાલન કરવા સ્પષ્ટ આદેશ કરવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી વિદ્યાર્થીઓ હેરાન થયા હતા છેલ્લા કેટલાક દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે પાણી ભરાવાની સમસ્યાના કારણે વિદ્યાર્થીઓને હાલાકી પડી હતી. જેથી અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શાળાઓને વિદ્યાર્થીઓની સલામતી માટે ગાઈડલાઈન આપવામાં આવી છે. શાળામાં શોર્ટ સર્કિટના બનાવ ન બને તે માટે અગાઉથી જ ચકાસણી કરી લેવા સૂચના આપવામાં આવી છે. શાળાઓને જાતે નિર્ણય લેવા સૂચના આપવામાં આવી જો ભારે વરસાદ પડે તો વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખી શાળાઓએ તેમની રીતે જ નિર્ણય લેવા લેવા આદેશ કરવામાં આવ્યો. તેમજ દરેક શાળાઓને વિદ્યાર્થીઓ જે રસ્તા પરથી આવતા હોય ત્યાં રોડનું કામ ચાલતું હોય અથવા ખાડા પડ્યા હોય તો તેની માહિતી પણ વાલીઓ અને વિદ્યાર્થીઓને આપવા માટે સૂચન કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે તકેદારી રાખવા સૂચના અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને શાળાઓને તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. અતિભારે વરસાદ હોય ત્યારે બાળકોની સલામતીને ધ્યાન રાખીને પોતાની રીતે નિર્ણય લેવા માટે સૂચના આપવામાં આવી છે. તેમજ તેની જાણ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી કરવા શાળાઓને સૂચના આપવામાં આવી છે. શાળામાં વીજ પુરવઠો, વાયરોની વ્યવસ્થા કરવી વધુમાં રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, શાળાની આજુબાજુમાં પાણી ભરાય તેવા વિસ્તારની ચકાસણી પણ શાળાએ કરી લેવી જોઈએ. વરસાદ સમયે શોર્ટ સર્કિટના બનાવો પણ બનતા હોય છે. ત્યારે વીજળીનો પુરવઠો યોગ્ય છે કે નહીં અને વાયરો ખુલ્લા હોય તો તેની પણ યોગ્ય વ્યસ્થા કરવા શાળાઓને સૂચના આપવામાં આવી છે. જે રસ્તા પરથી બાળકો આવતા હોય છે ત્યાં રોડ રસ્તાનું કામ ચાલતું હોય કે ખાડા હોય તો તે બાબતે વિદ્યાર્થીઓ અને વાલીઓને અવગત રાખવા માટે શાળાઓને કહેવામાં આવ્યું છે. તેમજ અતિશય ભારે વરસાદ પડે તો શાળાઓએ વિવેક બુદ્ધિથી નિર્ણય લેવા પણ આદેશ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    તાપીમાં વાલ્મિકી નદી બે કાંઠે, 200 લોકોનું સ્થળાંતર:ભારે વરસાદથી જળસ્તર વધતા તંત્ર એલર્ટ પર, આકાશી દ્રશ્યો સામે આવ્યા
    Next Article
    મેમકા ગામે BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પ્રવેશદ્વારનું લોકાર્પણ:મહાનુભાવો રહ્યા ઉપસ્થિત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment