Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PGVCL બાદ ખાનગી કંપનીના એકાઉન્ટન્ટ સાથે સાયબર ફ્રોડ:રાજકોટની કંપનીના MDનો ફોટો ડીપીમાં રાખી એકાઉન્ટન્ટને મેસેજ કરી 29 લાખ ટ્રાન્સફર કરાવ્યા વધુ 48.5 લાખ માંગતા ભાંડો ફૂટ્યો

    17 hours ago

    રાજકોટમાં થોડા સમય પહેલા PGVCLના એકાઉન્ટન્ટ હેડ સાથે PGVCLના MDના નામે મેસેજ કરી 45 લાખના ફ્રોડ કેસમાં આરોપી પોલીસના હાથે લાગ્યા નથી ત્યાં હવે ફરી આ જ મોડેસ ઓપરેન્ડીથી રાજકોટની એક ખાનગી કંપનીના MDના નામે કંપનીના એકાઉન્ટન્ટને મેસેજ કરી રૂપિયા 29 લાખ ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા છે. આ પછી ફરી બીજી વખત સાયબર ગઠિયાએ વધુ 48.5 લાખ માંગતા 48 લાખ 5 હજાર કે 50 હજાર ટ્રાન્સફર કરવાના છે તેવું પૂછતાં કંપનીના અસલી MDએ કોઈ પેમેન્ટ કરવા ન કહ્યું હોવાનું જણાવી સાયબર ફ્રોડ થયાની જાણ કરતા હાલ એકાઉન્ટન્ટ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એકાઉન્ટ ચેક કરી તેમાં બેલેન્સ કેટલી છે તે જાણીને કહો કવીતાબેન શાહએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે છેલ્લા ચાર મહીનાથી નોકરી કરે છે. ગઇ તા.16.07.2026ના રોજ તેઓ ઓફીસમાં હતા ત્યારે કમ્પનીના મોબાઇલ નંબર ઉપર એક અજાણ્યા વ્યક્તી દ્રારા વોટ્સએપ મેસેજ કરવામાં આવ્યો હતો જે કંપનીના MD ધર્મેન્દ્ર પારેખના નામથી સેવ હતો તથા પ્રોફાઈલ પિક્ચરમાં MD ધર્મેન્દ્ર પારેખનો ફોટો હતો. અંગ્રેજીમાં લખ્યું હતું કે કંપનીના દરેક એકાઉન્ટ ચેક કરી તેમાં બેલેન્સ કેટલી છે તે જાણીને કહો. બધું જ કામ મૂકી પ્રાયોરિટીમાં આ કામ પહેલા ચેક કરી મને જણાવજો જેથી તેઓએ OK લખીને રીપ્લાય આપ્યો હતો અને બાદમાં કંપનીના બેંક બેલેન્સના સ્ક્રીનશોટ મોકલ્યા હતા. ઓપરેશન હેડની મંજૂરી લઇ બાદમાં 29 લાખ ટ્રાન્સફર કર્યા ત્યારબાદ તા.17.07.2026ના રોજ ICICI બેન્ક એકાઉન્ટ નંબર, તેનો IFSC કોડ અને SU RESHOT CROP SCIENCE PRIVATE LIMITED નામના કરંટ એકાઉન્ટમાં 29 લાખ ટ્રાન્સફર કરવા કહ્યું હતું જેથી બેંક એકાઉન્ટ એડ કરીને રાખતા ફરી પે-મેન્ટ ટ્રાન્સફર કરવાની ના પડી હતી અને બે દિવસ પછી 20 જુલાઈના રોજ ICICI BANKમાં CB SILVER એકાઉન્ટ ડિટેઇલ મોકલી તેમાં 29 લાખ ટ્રાન્સફર કરવા મેસેજ આવતા કંપનીના નીયમ મુજબ કોઇપણ પાર્ટીને પેમેન્ટ કરતા પહેલા ઓપરેશન હેડની મંજૂરી લેવાની હોય છે જેથી ઓપરેશન હેડ સમીરભાઇ પાટડીયાને પેમેન્ટ કરવા બાબતે પુછતા તેમણે હા પાડી હતી જે બાદ કંપનીના એક્સિસ બેંકમાંથી રૂપીયા ટ્રાન્સફર કર્યા હતા અને રૂપિયા ટ્રાન્સફર કર્યાની PDF રિસીપટ પણ મોકલી હતી. ફરી પેમેન્ટ માટે મેસેજ આવતા અસલી MDને પૂછતાં ફ્રોડ થયાની જાણ થઇ ત્યાર બાદ ફરી કેટલું બેલેન્સ વધ્યું છે તેમ પૂછતાં બેલેન્સ ચેક કરી રીપ્લાય આપ્યો હતો. આ પછી 21 જુલાઈના રોજ સવારે ICICI BANK, SHRI SAI BAHUUDDESHIYA SAN STHA ના એકાઉન્ટમાં 48.5 લાખ ટ્રાન્સફર કરવા મેસેજ આવતા એમ.ડી. ધર્મેદ્ર પારેખને કોલ કરીને પૂછયું કે 48 લાખ પછી 50 હજાર છે કે 5 હજાર ત્યારે તેને સામે પૂછયું કે શેનુ પેમેન્ટ કરવાનુ છે મે કોઇ પેમે ન્ટ કરવા જણાવ્યું નથી જેથી કહ્યું કે આપના મોબાઇલ નંબર પરથી પેમેન્ટ અંગેનો મેસેજ આવ્યો હતો તેનો સ્ક્રિનશોટ લઇ મોકલ્યો હતો તે જોયા બાદ શેઠ ધર્મેન્દ્ર પારેખએ આ ફ્રોડ મેસેજ હોવાનું જણાવ્યું હતું. આ પછી તુરંતજ સાયબર ક્રાઇમ હેલ્પલાઇ નંબર 1930 પર કોલ કરી ફરીયાદ કરતા આજ રોજ સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ખાડીપૂરના કાયમી ઉકેલ માટે સરકાર એક્શનમાં:30 મીટર માર્જિન કલિયર કરવા શરૂ કરાશે મેગા ડિમોલિશન, જેસીબી અને બુલડોઝર ફેરવી રસ્તો ખુલ્લો કરાશે
    Next Article
    DDO ની પડાણા ગામમાં આચિંતી મુલાકાત:આંગણવાડી અને શાળામાં ગુણવત્તા ચકાસાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment