Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PGVCLનું ‘ડિજિટલ મિશન’ ફેઈલ:ભુજમાં છેલ્લા ત્રણ મહિનામાં વીજ સંબંધિત 892 ફરિયાદો થઇ, જે પૈકી માત્ર 7 વ્હોટ્સએપમાં કરાઇ

    11 hours ago

    ઉનાળાની શરૂઆત થયાની સાથે કચ્છ જિલ્લા મથક ભુજમાં વીજ સમસ્યાઓમાં ઘણો વધારો થઈ રહ્યો છે. સ્થાનિકો દ્વારા પીજીવીસીએલના ફોલ્ડ સેન્ટરો પર ફોન દ્વારા તથા ઘણા લોકો ઓફિસ આવીને પરંપરાગત રીતે ફરિયાદો નોંધાવતા હોય છે. તે વચ્ચે પીજીવીસીએલ દ્વારા ઓગસ્ટ 2025માં શરૂ કરાયેલી વ્હોટ્સએપ ડિજિટલ ફરિયાદ સેવાનો વિભાગીય પ્રચાર પ્રસારના લીધે અભાવ જોવા મળ્યો હતો. પીજીવીસીએલના પશ્ચિમ કચ્છની ભુજ સ્થિત ઓફિસના છેલ્લા ત્રણ મહિનાના આંકડા પર નજર કરીએ તો, વિભાગના સેન્ટ્રલાઈઝ્ડ નંબર પર કુલ 892 ફરિયાદો નોંધાઈ છે, પરંતુ તેમાંથી માત્ર 7 ફરિયાદો જ વ્હોટ્સએપ મારફતે નોંધાઈ છે.વિભાગ દ્વારા ગ્રાહકો ડિજિટલ અને સરળ રીતે પોતાની ફરિયાદો નોંધાવી શકે તે માટે સેવા શરૂ તો કરી પણ આ ડિજિટલ સેવાનો અસરકારક પ્રચાર- પ્રસાર કરવામાં વિભાગ નિષ્ફળ નિવડ્યું છે. આંકડાઓ દર્શાવે છેકે, ડિજિટલ વિકલ્પ ઉપલબ્ધ હોવા છતાં મોટાભાગના ગ્રાહકો હજી પણ ફોન કોલ અથવા ઓફિસે જઈ ફરિયાદ નોંધાવાની પરંપરાગત પદ્ધતિ પર જ નિર્ભર છે. ખાસ કરીને, વીજળી સંબંધિત સમસ્યાઓ વધતી વખતે ફોલ્ટ સેન્ટરના ફોન નંબર ઘણીવાર વ્યસ્ત રહેતા હોય છે, જેના કારણે ગ્રાહકો તાત્કાલિક ફરિયાદ નોંધાવી શકતા નથી. ઘણા ગ્રાહકોને તો વ્હોટ્સએપમાં ફરિયાદ નોંધાવી શકાય તેની જાણ પણ નથી. વિભાગ દ્વારા આ સેવાનો વ્યાપક પ્રચાર થાય અને ગ્રામ્ય સ્તર સુધી માહિતી પહોંચાડવામાં આવે, તો ગ્રાહકોને સમયસર સેવા પણ મળી શકે. હાલની સ્થિતિ દર્શાવે છેકે, સારો વિકલ્પ હોવા છતાં ઉપયોગના અભાવે યોજનાનો હેતુ અધૂરો જ રહી ગયો છે. 20 સબ ડિવિઝન વાળા સર્કલમાં વ્હોટ્સએપ ફરિયાદ સેવાનો અભાવ ભુજ સર્કલ ઓફિસ હેઠળ ભુજ, માંડવી, મુંદ્રા, અબડાસા, નખત્રાણા સહિત કુલ 20 સબ ડિવિઝન ઓફિસો આવે છે. ઉલ્લેખનીય છે કે, પીજીવીસીએલ દ્વારા ડિજિટલ ફરિયાદ નોંધાવવા માટે વ્હોટ્સએપ નંબર 95120-19122 પણ જાહેર કરાયો હતો. છતાં, નંબર અંગે લોકજાગૃતિ ન હોવાને કારણે તેનો ઉપયોગ ઓછો દરશાઈ રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સવારે બોલાચાલી બાદ સાંજે મામલો બીચકાયો:માધાપરના મતદાન મથક પર મારામારી મામલે સામસામે ફરિયાદ
    Next Article
    વૈશાખનો મિજાજ:ભુજમાં પારો 43.8 ડિગ્રીએ સ્થિર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment