Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સવારે બોલાચાલી બાદ સાંજે મામલો બીચકાયો:માધાપરના મતદાન મથક પર મારામારી મામલે સામસામે ફરિયાદ

    2 days ago

    માધાપરમાં શ્રદ્ધા સ્કુલ કમ્પાઉન્ડમાં ચાલુ મતદાન દરમિયાન થયેલી બોલાચાલી બાદ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે મારામારી થઇ હતી જેમાં સામસામે 14 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ માધાપર જુનાવાસ-2 તાલુકા પંચાયતના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ફરિયાદી નરેન્દ્રસિંહ રઘુવીરસિંહ જાડેજાએ માધાપર પોલીસ મથકે આરોપી શક્તિસિંહ વાઘેલા,દિવ્યરાજસિંહ વાઘેલા,વિશ્વરાજસિંહ ચૌહાણ,રાજદીપસિંહ જાડેજા,કરણસિંહ ચૌહાણ,જયવીરસિંહ વાઘેલા અને બે થી ત્રણ અજાણ્યા આરોપી સામે ગુનો નોધાવ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ રવિવારે સાંજે ચાર વાગ્યાના અરસામાં બન્યો હતો.ફરિયાદી અને આરોપીઓ વચ્ચે સવારે મતદાન મથક પર બોલાચાલી થઇ હતી.જે બાદ સાંજે ફરિયાદી મતદાન મથક પર વિઝીટ કરવા માટે ગયા ત્યારે આરોપીઓએ હાથ અને લાતોથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે સામા પક્ષે ફરિયાદી જયવીરસિંહ સહદેવસિંહ વાઘેલાએ આરોપી નરેન્દ્રસિંહ જાડેજા,કિશનસિંહ જાડેજા,જયરાજસિંહ જાડેજા અને અજાણ્યા બે આરોપી સામે ગુનો નોધાવ્યો છે.આરોપીઓએ બોલાચાલી મુદ્દે માર મારી ઈજાઓ પહોચાડી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.સમગ્ર મામલે પોલીસે તમામ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મતગણતરીને લઈને જાહેરનામું:ભુજ એન્જિનિયરિંગ કોલેજ તરફના માર્ગો વાહનવ્યવહાર માટે બંધ, ડાયવર્ઝન જાહેર
    Next Article
    PGVCLનું ‘ડિજિટલ મિશન’ ફેઈલ:ભુજમાં છેલ્લા ત્રણ મહિનામાં વીજ સંબંધિત 892 ફરિયાદો થઇ, જે પૈકી માત્ર 7 વ્હોટ્સએપમાં કરાઇ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment