Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુપી- સહારનપુરમાં વરસાદથી કબ્રસ્તાનમાંથી મૃતદેહો બહાર આવ્યા:ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન, 438 રસ્તાઓ બંધ; સેટેલાઇટ ઇમેજમાં રાજસ્થાન-ગુજરાતમાંથી વાદળો ગાયબ

    11 hours ago

    યુપીના બિજનૌરમાં માલન નદીના તેજ પ્રવાહમાં શુક્રવારે સાંજે લગભગ 4 વાગ્યે 2 અકસ્માતોમાં ચાર છોકરાઓ તણાઈ ગયા. સહારનપુરમાં ભારે વરસાદને કારણે કબ્રસ્તાનની માટી ધોવાઈ ગઈ. કબરોમાં દફન કરાયેલા મૃતદેહો તણાઈને બહાર આવી ગયા. નોઈડામાં વરસાદના પાણીથી ભરેલી ગટરમાં પડવાથી એક વ્યક્તિનું મોત થયું. ઉત્તરાખંડમાં છેલ્લા 24 કલાકમાં ભૂસ્ખલન અને ભારે વરસાદને કારણે રાજ્યભરમાં 118 રસ્તાઓ બંધ થઈ ગયા. હરિદ્વાર જિલ્લામાં નદીમાં ડૂબી જવાથી એક કિશોરનું મોત થયું. જ્યારે નૈનીતાલમાં ઝાડ પડવાથી બે લોકો ઘાયલ થયા. યમુનોત્રી નેશનલ હાઈવેનો લગભગ 100 મીટરનો ભાગ તૂટી ગયો. ગંગોત્રી હાઈવે પર ઘણી જગ્યાએ ખડકો અને પથ્થરો પડવાથી વાહનવ્યવહાર ખોરવાઈ ગયો. હરિદ્વાર-ઋષિકેશમાં રસ્તાઓ પર વાહનો ફસાઈ ગયા. જ્યારે હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનને કારણે 320 થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા અને 200 થી વધુ વીજળીના ટ્રાન્સફોર્મર ઠપ થઈ ગયા છે. સોલન જિલ્લામાં રસ્તા પર ચાલતી કાર પર પહાડી પરથી મોટા પથ્થરો પડ્યા. આ અકસ્માતમાં બાળક સહિત ચાર લોકો ઘાયલ થયા. હવામાન વિભાગની સેટેલાઇટ ઇમેજમાં મધ્ય ભારતમાં ચોમાસું વધુ સક્રિય છે. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર સુધી વાદળો છે. બીજી તરફ, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને પશ્ચિમી ભાગોમાં ચોમાસાના વાદળો ગાયબ છે. ચોમાસાએ આખા દેશને આવરી લીધો ચોમાસાએ ગુરુવારે આખા દેશને આવરી લીધો. તેને આખા દેશને આવરી લેવામાં 38 દિવસ લાગે છે, પરંતુ આ વખતે 36 દિવસમાં જ આવરી લીધો. જોકે, હવામાન વિભાગ મુજબ બે દિવસ પછી ચોમાસાની ગતિ ધીમી પડી શકે છે. દેશભરમાંથી હવામાનની 3 તસવીરો…
    Click here to Read More
    Previous Article
    Nara Lokesh at Express Adda: ‘In Andhra, Namo means Naidu ji and Modi ji ki jodi’
    Next Article
    Bengaluru Elites Leave Room Trashed After Event, Pics Spark Civic Sense Debate

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment