Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PGVCL કર્મીઓએ જીવના જોખમે વીજ પુરવઠો પૂર્વવત કર્યો:લીંબડીના અંકેવાળીયા નજીક ભારે વરસાદ વચ્ચે એક કલાકની જહેમત ઉઠાવી, અનેક વિસ્તારોમાં વીજળી ગુલ હતી

    8 hours ago

    લીંબડી તાલુકામાં ભારે વરસાદને કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના અંકેવાળીયા ગામ નજીક પીજીવીસીએલના કર્મચારીઓએ ગળાડૂબ પાણીમાં ઉતરીને જીવના જોખમે વીજ પુરવઠો પૂર્વવત કર્યો હતો. એક કલાકથી વધુના પ્રયાસો બાદ આ વિસ્તારમાં વીજળી પુનઃ શરૂ થઈ હતી. ભારે વરસાદને કારણે લીંબડી તાલુકાના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. આ વિકટ પરિસ્થિતિમાં પણ પીજીવીસીએલના કર્મચારીઓએ પોતાની ફરજનિષ્ઠા અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. વીજ લાઈનમાં સર્જાયેલી ખામી દૂર કરવા કર્મચારીઓ ગળાડૂબ પાણીમાંથી પસાર થઈ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પાણીનું ઊંચું સ્તર હોવા છતાં, તેમણે હિંમત અને જવાબદારીપૂર્વક કામગીરી કરી. આશરે એક કલાકથી વધુ સમયની મહેનત બાદ વીજ લાઈનની ખામી દૂર કરીને વીજ પુરવઠો તાત્કાલિક પૂર્વવત કરાયો. પ્રતિકૂળ હવામાન અને જીવના જોખમ વચ્ચે પણ ગ્રાહકોને ઝડપથી વીજ સેવા મળી રહે તે માટે કર્મચારીઓએ દર્શાવેલી ફરજનિષ્ઠા પ્રશંસનીય છે. તેમની આ કામગીરીથી સ્થાનિક ગ્રામજનોએ સંતોષ વ્યક્ત કરી કર્મચારીઓના પ્રયાસોને બિરદાવ્યા હતા. વરસાદી પરિસ્થિતિમાં સતત સતર્ક રહી વીજ વ્યવસ્થા જાળવવા પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી કામગીરી જાહેર સેવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આવા કર્મયોગીઓની નિષ્ઠા અને તત્પરતા મુશ્કેલ પરિસ્થિતિમાં પણ જનજીવનને સરળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
    Click here to Read More
    Previous Article
    લિંબાયતના આશીફખાન હત્યા કેસમાં બિલ્ડરની ધરપકડ:સાયન્ટિફિક પુરાવા અને પોલીગ્રાફ ટેસ્ટમાં ભાંડો ફૂટ્યો, હત્યા માટે સોપારી આપ્યાનો ખુલાસો
    Next Article
    મહીસાગરમાં સ્વાતંત્ર્ય પર્વ વરધરા ગામમાં ઉજવાશે:કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment