Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગરમાં સ્વાતંત્ર્ય પર્વ વરધરા ગામમાં ઉજવાશે:કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

    7 hours ago

    મહીસાગર જિલ્લા કક્ષાનો આગામી સ્વાતંત્ર્ય દિન કાર્યક્રમ 15મી ઓગસ્ટ, 2026ના રોજ વિરપુર તાલુકાના વરધરા ગામ ખાતે યોજાશે. આ રાષ્ટ્રીય પર્વની સુચારૂ ઉજવણી સુનિશ્ચિત કરવા માટે જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટર દ્વારા કાર્યક્રમ સાથે સંકળાયેલા તમામ વિભાગોના અધિકારીઓને તેમની જવાબદારીઓ અંગે માર્ગદર્શન અપાયું હતું. કાયદો અને વ્યવસ્થા, પ્રોટોકોલ મુજબ ડાયસ અને બેઠક વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમો, ટ્રાફિક નિયમન, તેમજ મહાનુભાવો અને નાગરિકો માટે મેડિકલ અને શુદ્ધ પીવાના પાણીની સુવિધા જેવી તમામ વ્યવસ્થાઓ સમયસર પૂર્ણ કરવા તાકીદ કરાઈ હતી. કાર્યક્રમ સ્થળે અને નગરમાં સ્વચ્છતા ઝુંબેશ અંગે પણ સઘન સમીક્ષા કરવામાં આવી હતી. સ્વાતંત્ર્ય દિનના અવસરે જિલ્લામાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓ, રમતવીરો તેમજ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું વિશેષ સન્માન કરવામાં આવશે. આ અંગેની આખરી યાદી અને સન્માનપત્રોની તૈયારીઓ પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને સૂચના અપાઈ છે. જિલ્લા કલેક્ટરે તમામ અમલીકરણ અધિકારીઓને પરસ્પર સુમેળભર્યું સંકલન સાધીને કાર્યક્રમને સફળ બનાવવા અને આયોજનબદ્ધ 'મિનિટ ટુ મિનિટ' કાર્યક્રમ ઘડી કાઢવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિધાર્થ, નિવાસી અધિક કલેક્ટર સી વી લટા સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    PGVCL કર્મીઓએ જીવના જોખમે વીજ પુરવઠો પૂર્વવત કર્યો:લીંબડીના અંકેવાળીયા નજીક ભારે વરસાદ વચ્ચે એક કલાકની જહેમત ઉઠાવી, અનેક વિસ્તારોમાં વીજળી ગુલ હતી
    Next Article
    बीजेपी के गढ़ में प्रशांत किशोर की बड़ी जीत, 35 साल बाद बीजेपी हारी है बांकीपुर से

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment