Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લિંબાયતના આશીફખાન હત્યા કેસમાં બિલ્ડરની ધરપકડ:સાયન્ટિફિક પુરાવા અને પોલીગ્રાફ ટેસ્ટમાં ભાંડો ફૂટ્યો, હત્યા માટે સોપારી આપ્યાનો ખુલાસો

    8 hours ago

    સુરત શહેરના ચર્ચાસ્પદ આશીફખાન ઇરશરતખાન પઠાણ (ઉં.વ. 26) હત્યા કેસમાં લિંબાયત પોલીસને એક અતિ મહત્વની સફળતા સાંપડી છે. આ ગુનામાં મુખ્ય ષડયંત્ર રચનાર અને કોન્ટ્રાક્ટ કિલિંગની સુપારી આપનાર ભાવનાનગર, લિંબાયત ખાતે આવેલ ગેલેક્સી એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 402માં રહેતા 44 વર્ષીય બિલ્ડર મોહમ્મદ હાસીમ કબુલ એહમદ સિદ્દીકીની પોલીસે ધરપકડ કરી છે. પકડાયેલ આરોપી મોહમ્મદ હાસીમ માત્ર બિલ્ડિંગ નિર્માણના વ્યવસાય સાથે જ સંકળાયેલો નથી, પરંતુ તે લિંબાયત, ઉધના, સચિન GIDC અને ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારે કુખ્યાત ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેની સામે અગાઉ હત્યાનો પ્રયાસ (IPC 307), આર્મ્સ એક્ટ હેઠળ ગેરકાયદેસર શસ્ત્રો રાખવા, ધાકધમકી આપી ખંડણી માંગવી (IPC 387), ધાડ અને લૂંટ (IPC 395, 397), તથા આસિસ્ટન્ટ પોલીસ અને જાહેર સેવકો પર હુમલો કરવા જેવા 12થી વધુ અત્યંત ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ગુનાખોરીની દુનિયામાં વર્ચસ્વ ધરાવતો આ બિલ્ડર પોતાની સામાજિક કે વ્યવસાયિક અદાવતમાં સુપારી આપીને હત્યા કરાવવા સુધી પહોંચી ગયો હતો. હિંદ ટી સેન્ટર સામે જાહેરમાં ખેલાયો હતો લોહિયાળ ખેલ ઘટનાની વિગત મુજબ, ગત તા. 13/05/2026 ના રોજ સુરતના લિંબાયત વિસ્તારમાં મારુતિનગર સર્કલથી નીલગીરી સર્કલ તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલ હિંદ ટી સેન્ટર આગળ 26 વર્ષીય યુવક આશીફખાન ઇરશરતખાન પઠાણ પર અચાનક ઘાતક હથિયારો સાથે ત્રુટી પડેલા અસામાજિક તત્વોએ જાહેરમાં હુમલો કર્યો હતો. હુમલાખોરોએ આશીફખાનના બંને પગ, બંને હાથ, ગળાના ભાગે, કપાળ પર તેમજ પીઠના ભાગે તીક્ષ્ણ શસ્ત્રો વડે અનેક ગંભીર અને જીવલેણ ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો અને તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે પદ્માવતી સોસાયટી, લિંબાયત ખાતે રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લાના વતની જાફરઅલી મહોબતઅલી શેખ (ઉં.વ. 45) એ લિંબાયત પોલીસ સ્ટેશનમાં કલીમઉદ્દીન, શહજાદ અને મોહમ્મદ દિલશાદ નામના ઇસમો વિરુદ્ધ વિધિવત રીતે હત્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હાથ ધરેલી પ્રાથમિક કાર્યવાહી અને ચાર સાગરીતોની ધરપકડ બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને લિંબાયત પોલીસની ટીમે તાત્કાલિક ચોક્કસ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ગુનામાં પ્રત્યક્ષ રીતે સંડોવાયેલા આરોપીઓ (1) કલીમુદ્દીન શાહબુદ્દીન સિદ્દીકી, (2) મોહમ્મદ દિલશાદ ઉર્ફે લાલા રઇશ અહમદ સલમાની, અને (3) મોહમ્મદ શહજાદ નસીમુદ્દીન સિદ્દીકીને પોલીસે ઘટનાના બે જ દિવસમાં એટલે કે તા. 15/05/2026 ના રોજ રાત્રે 01:00 કલાકે દબોચી લીધા હતા. ત્યારબાદ આ હત્યામાં મરણ જનાર આશીફખાનની મુવમેન્ટ અને લોકેશનની રેકી કરીને શાર્પશૂટરોને માહિતી પૂરી પાડનાર આરોપી (4) સોયેબ ઉર્ફે સલમાન મચ્છી યુસુફ ખાટીકની પણ તા. 23/05/2026 ના રોજ અટકાયત કરવામાં આવી હતી. જોકે, પકડાયેલા શૂટરોની પૂછપરછ દરમિયાન આ હત્યા પાછળ કોઈ મોટું માથું અને આર્થિક સેટલમેન્ટ હોવાની શંકા ઉપજતા પોલીસે તપાસનો દોર વધુ ઊંડાણપૂર્વક આગળ ધપાવ્યો હતો. FSLના પોલીગ્રાફ અને SDS ટેસ્ટથી કિલિંગનો પર્દાફાશ તપાસ દરમિયાન લિંબાયત પોલીસને સ્થાનિક બિલ્ડર મોહમ્મદ હાસીમ કબુલ એહમદ સિદ્દીકીની શંકાસ્પદ ભૂમિકા જણાતા તેની ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. શંકાસ્પદ ઇસમો અને બિલ્ડર હાસીમ સિદ્દીકી વચ્ચેના તાર જોડવા માટે પોલીસે FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) સુરત ખાતે તમામ આરોપીઓનો S.D.S (Suspect Detection System) ટેસ્ટ કરાવ્યો હતો. આ ટેસ્ટના પરિણામોના આધારે FSL અધિકારીઓએ આરોપી હાસીમ સિદ્દીકીનો પોલીગ્રાફ (લાઈ ડિટેક્ટર) ટેસ્ટ કરવાની ભલામણ કરી હતી. લિંબાયત પોલીસે નામદાર કોર્ટમાંથી કાયદાકીય મંજૂરી મેળવીને FSL સુરત ખાતે હાસીમનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવ્યો હતો. સાયન્ટિફિક ટેસ્ટ દરમિયાન આરોપી જૂઠું બોલી રહ્યો હોવાનું અને આ સમગ્ર હત્યાકાંડનું ષડયંત્ર રચવામાં તેનો મુખ્ય હાથ હોવાનું સ્પષ્ટપણે બહાર આવ્યું હતું. ટેકનિકલ, સાયન્ટિફિક અને સાંયોગિક પુરાવાઓનું મજબૂત સંકલન પોલીસે માત્ર મૌખિક કબૂલાત પર આધાર રાખવાને બદલે ઘટનાસ્થળના CCTV ફૂટેજ, કોલ ડિટેઇલ રેકોર્ડ્સ (CDR), ટેકનિકલ સર્વેલન્સ, સાયન્ટિફિક FSL રિપોર્ટ્સ અને સાંયોગિક પુરાવાઓનું એકત્રીકરણ કર્યું હતું. આ તમામ પુરાવાઓની કડીઓ જોડતાં એ વાત સાબિત થઈ ગઈ હતી કે આ સામાન્ય ઝઘડો નહીં પરંતુ પૂર્વ આયોજિત કોન્ટ્રાક્ટ કિલિંગ (સુપારી આપી કરાવેલી હત્યા) નો મામલો હતો. બિલ્ડર હાસીમે જ નાણાકીય કે અન્ય અંગત અદાવતમાં આશીફખાનની હત્યા કરાવવા માટે શૂટરોને રોક્યા હતા અને આખી યોજના ઘડી હતી. પુરાવાઓથી ઘેરાઈ ગયેલા બિલ્ડર મોહમ્મદ હાસીમ સિદ્દીકીની લિંબાયત પોલીસે તા. 03/08/2026 ના રોજ કાયદેસરની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
    Click here to Read More
    Previous Article
    વાહનની નંબર પ્લેટ છુપાવવી એ છેતરપિંડી નથી:સુપ્રીમ કોર્ટે કહ્યું- આ મોટર વ્હીકલ એક્ટનું ઉલ્લંઘન છે, પરંતુ તેને ક્રિમિનલ કેસ ગણી શકાય નહીં
    Next Article
    PGVCL કર્મીઓએ જીવના જોખમે વીજ પુરવઠો પૂર્વવત કર્યો:લીંબડીના અંકેવાળીયા નજીક ભારે વરસાદ વચ્ચે એક કલાકની જહેમત ઉઠાવી, અનેક વિસ્તારોમાં વીજળી ગુલ હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment