Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં PGVCLનું વીજ ચોરી ચેકિંગ: 64 જોડાણોમાં ચોરી પકડાઈ:₹49.65 લાખનો દંડ ફટકારાયો, 6 વિસ્તારોમાં મેગા ડ્રાઇવ કરાઈ

    8 hours ago

    સુરેન્દ્રનગર PGVCL દ્વારા વીજ ચોરી રોકવા મેગા ડ્રાઇવ કરાઈ. આમાં 64 વીજ જોડાણોમાં ચોરી પકડાઈ અને 49.65 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. અધિક્ષક ઇજનેર એન.એન.અમીનની દેખરેખ હેઠળ 32 ટીમોએ લીંબડી, સાયલા, ચુડા, ધાંધલપુર, રાણાગઢ અને કુંડલા સહિત 6 વિસ્તારોમાં ચેકિંગ કર્યું. સુરક્ષા માટે 12 પોલીસ અને પારદર્શિતા માટે 5 વીડિયોગ્રાફરો હાજર હતા. ટીમોએ કુલ 475 વીજ જોડાણો તપાસ્યા, જેમાં 445 ઘર વપરાશના અને 30 કોમર્શિયલ હતા. આમાંથી 64 જોડાણોમાં વીજ ચોરી મળી (62 ઘર વપરાશના, 2 વાણિજ્યિક). 40 ગંભીર કેસમાં સીધી વીજળી ચોરી પકડાઈ. PGVCL તંત્રએ કસૂરવારો સામે કાર્યવાહી કરી દંડ વસૂલ્યો. કંપનીએ ગ્રાહકોને ગેરકાયદેસર વીજ વપરાશ ન કરવા અને અધિકૃત જોડાણ મેળવીને જ વીજળી વાપરવા અપીલ કરી.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં બપ્પાને જવાની ના પાડી બાળકી ભાવુક થઈ:ભક્તિમાં ગળાડૂબ ભક્તોએ ભીની આંખે ગણપતિ દાદાને વિદાય આપી, અમદાવાદ-વડોદરામાં ક્રેનથી વિસર્જન
    Next Article
    વલસાડમાં 'ગણપતિ બાપ્પા મોરિયા'ના નાદ સાથે શ્રીજી વિસર્જન:ઓરંગા નદી કિનારે ક્રેનથી દાદાને ભાવભીની વિદાય, 450થી વધુ પોલીસકર્મી તૈનાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment