Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં 'ગણપતિ બાપ્પા મોરિયા'ના નાદ સાથે શ્રીજી વિસર્જન:ઓરંગા નદી કિનારે ક્રેનથી દાદાને ભાવભીની વિદાય, 450થી વધુ પોલીસકર્મી તૈનાત

    8 hours ago

    વલસાડ શહેરમાં અનંત ચૌદશના દિવસે ગણેશ ઉત્સવ પૂરો થયો. દસ દિવસ પૂજા કર્યા પછી, ભક્તોએ 'ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તૂ જલ્દી આ' ના નાદ સાથે શ્રીજીની મૂર્તિઓનું ભાવભીની આંખે વિસર્જન કર્યું. ઓરંગા નદીના કિનારે વિસર્જન માટે તંત્ર અને નગરપાલિકાએ લાઇટિંગ, બેરિકેટિંગ અને સુરક્ષાની વ્યવસ્થા કરી. મૂર્તિઓના વિસર્જન માટે 3 મોટી અને 4 નાની ક્રેન ગોઠવવામાં આવી હતી. અધિકારીઓ મુજબ, મોડી રાત સુધીમાં શાંતિથી 60થી વધુ ગણેશ મૂર્તિઓનું વિસર્જન થયું. કોઈ બનાવ ન બને તે માટે 450થી વધુ પોલીસકર્મીઓ તૈનાત હતા. વહીવટી તંત્ર, નગરપાલિકા, GEB અને NDRFની ટીમ પણ સ્થળ પર હાજર રહી. ધારાસભ્ય ભરતભાઈ પટેલ, પ્રાંત અધિકારી વિમલ પટેલ, DySP ભાર્ગવ પંડ્યા, SDM અને નગરપાલિકાના પ્રમુખ સહિત અગ્રણીઓ વિસર્જન યાત્રામાં હાજર રહ્યા. ભક્તોએ ઢોલ-નગારા, રાસ-ગરબા અને ગુલાલ સાથે શોભાયાત્રા કાઢી બાપ્પાને આવતા વર્ષે જલ્દી આવવાનું નિમંત્રણ આપ્યું.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં PGVCLનું વીજ ચોરી ચેકિંગ: 64 જોડાણોમાં ચોરી પકડાઈ:₹49.65 લાખનો દંડ ફટકારાયો, 6 વિસ્તારોમાં મેગા ડ્રાઇવ કરાઈ
    Next Article
    વંદે માતરમ્ ગીતના 150 વર્ષ પૂર્ણ થવા પર ઉજવણી:વેરાવળની ક્રિસ્ટલ સ્કૂલમાં કાર્યક્રમ, જિલ્લા શિક્ષણ અધિકારી બોરીચા સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment