Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં બપ્પાને જવાની ના પાડી બાળકી ભાવુક થઈ:ભક્તિમાં ગળાડૂબ ભક્તોએ ભીની આંખે ગણપતિ દાદાને વિદાય આપી, અમદાવાદ-વડોદરામાં ક્રેનથી વિસર્જન

    22 hours ago

    ગણેશ ચતુર્થીથી શરૂ થયેલા 10 દિવસીય ગણેશોત્સવનું આજે (25 સપ્ટેમ્બર) અનંત ચતુર્દશીએ સમાપન થઈ રહ્યું છે, ત્યારે રાજ્યભરમાં નાની-મોટી ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું છે. સુરત, રાજકોટ અને વડોદરા સહિત મોટાભાગના શહેરમાં વિસર્જન યાત્રામાં જમાવટ જોવા મળી રહી છે. સુરતમાં વહેલી સવારથી શરૂ થયેલી વિસર્જન યાત્રામાં બપોર બાદ મુંબઈ જેવો માહોલ જામ્યો હતો. શહેરમાં ત્રણ-ત્રણ માળ ઊંચી મૂર્તિઓની રાજમાર્ગ પર શાહી સવારી નીકળી હતી. વિશ્વ શાંતિના સંદેશ સાથે તિરંગા યાત્રા સાથે ગણેશ વિસર્જન યાત્રા નીકળી હતી. તેમાં પણ ભાગળ વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા. જ્યારે હજીરામાં ગણેશજીની 20થી 28 ફૂટ સુધીની મોટી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. બપોર બાદ પોલીસ અને યુવાનો વચ્ચે ઘર્ષણ થયું હતું. ગુલાલ ઉડાડવાની મનાઈ હોવા છતા યુવાનોએ ગુલાલ ઉડાડ્યું હતું, જેથી પોલીસે શ્રીજીની મૂર્તિને લઈ જતા વાહન પરથી યુવાનોને નીચે ઉતાર્યા, ત્યારે એક ટાબરીયાએ પોલીસ પર હાથ ઉપાડ્યો હતો. આ પણ વાંચો: મોરબીમાં મચ્છુ નદીમાં ગણેશ વિસર્જન સમયે 4 યુવક ડૂબ્યા વડોદરામાં ગણેશ વિસર્જનની 3 તસવીર વડોદરામાં રાધિકા રાજેએ બાપ્પાને ભાવ ભીની વિદાય આપી વડોદરાના રાજ પરિવાર દ્વારા સ્થાપિત રોયલ ગણેશજીનું લક્ષ્મી વિલાસ પેલેસ પરિસરમાં જ આવેલ કૃત્રિમ તળાવમાં વિધિવત વિસર્જન કરાયું હતું. મહારાણી રાધિકા રાજેએ રાજવી પરંપરા મુજબ વાજતે-ગાજતે અને ભારે શ્રદ્ધા સાથે ગણેશ ભક્તોએ 'ગણપતિ બાપ્પા મોરિયા'ના જયઘોષ વચ્ચે બાપ્પાને ભાવભીની વિદાય આપી હતી. અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે ક્રેનથી ગણપતિ વિસર્જન ગણેશ ઉત્સવના પાવન પર્વે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે બનાવવામાં આવેલા કૃત્રિમ વિસર્જન કુંડમાં શ્રદ્ધાળુઓ દ્વારા હરખભેર શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. સાબરમતી નદીનું પ્રદૂષણ અટકાવવા કોર્પોરેશન દ્વારા વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે, જેમાં મોટી મૂર્તિઓના સલામત વિસર્જન માટે ક્રેન અને તરાપા ગોઠવવામાં આવ્યા છે. સુરતના ગણેશ વિસર્જનની તસવીરો
    Click here to Read More
    Previous Article
    ‘Murdering democracy’: Congress protests nationwide, demands Gyanesh Kumar’s resignation
    Next Article
    સુરેન્દ્રનગરમાં PGVCLનું વીજ ચોરી ચેકિંગ: 64 જોડાણોમાં ચોરી પકડાઈ:₹49.65 લાખનો દંડ ફટકારાયો, 6 વિસ્તારોમાં મેગા ડ્રાઇવ કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment