Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર PGVCLના બે દિવસના દરોડા:54 વીજચોરીના કેસ પકડી રૂ. 42.23 લાખનો દંડ ફટકાર્યો

    6 hours ago

    સુરેન્દ્રનગર PGVCL દ્વારા સતત બે દિવસ વીજ ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. આ દરોડામાં કુલ 54 વીજચોરીના કેસ પકડવામાં આવ્યા છે અને રૂ. 42.23 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. PGVCL, સુરેન્દ્રનગરના અધિક્ષક ઇજનેર એન.એન. અમીનની આગેવાની હેઠળ 21 ટીમોએ સુરેન્દ્રનગર, વઢવાણ, ગુગળીયા, ખારાઘોડા, રામપરા, માનપુર, નળળયા, ચોકી, વણોદ, ઝામ્પોદડ, રાઈગઢ, ધ્રાંગધ્રા, વિરેન્દ્રગઢ, જેસડા અને નવાગામ વિસ્તારમાં ચેકિંગ કર્યું હતું. આ કામગીરી દરમિયાન ઘર વપરાશના 238 અને વાણિજ્ય હેતુ માટેના 21 એમ કુલ 261 વીજ જોડાણો તપાસવામાં આવ્યા. તેમાંથી 27 વીજચોરીના કેસ પકડાયા, જેમાં 23 વીજ જોડાણ વગરના કેસ હતા. આ તમામ પાસેથી રૂ. 19.19 લાખનો દંડ વસૂલવામાં આવ્યો. સતત બીજા દિવસે પણ અધિક્ષક ઇજનેર એન.એન. અમીનની આગેવાની હેઠળ 23 ટીમોએ સુરેન્દ્રનગર, લીંબડી અને ધ્રાંગધ્રા ડિવિઝનના સુરેન્દ્રનગર, વઢવાણ, અમનગર, ઇસરા, ચોટીલા, ઢોકળવા, મઘરીખડા, મેમકા, મોઢવાણા, મૂળચંદ, મોટા ભાડલા, મુળબાવળા, પરનાળા અને રામપરા વિસ્તારમાં વીજ ચેકિંગ કર્યું. આ ચેકિંગ દરમિયાન ઘર વપરાશના 258 અને વાણિજ્ય હેતુ માટેના 36 એમ કુલ 294 વીજ જોડાણો તપાસવામાં આવ્યા. તેમાંથી 31 વીજચોરીના કેસ પકડાયા, જેમાં 20 વીજ જોડાણ વગરના કેસ હતા. આ તમામને રૂ. 23.04 લાખનો દંડ ફટકારવામાં આવ્યો.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં પાયોનીયર એકેડેમીએ બાળકો માટે સ્કેટિંગ કાર્યક્રમ યોજ્યો:માલધારી સમાજના નેહડે બ્રહ્મ સમાજની વાડી પાસે આયોજન; વાલીઓ અને અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા
    Next Article
    ધ્રાંગધ્રામાં મંત્રી કાંતિ અમૃતિયાના હસ્તે લોકમેળાનો શુભારંભ:નાયબ મુખ્ય દંડક પણ હાજર રહ્યા; નગરપાલિકા દ્વારા 4 દિવસીય મેળાનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment