Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં PGVCLની 52 ટીમોએ વીજ ચેકિંગ હાથ ધર્યું:120 જોડાણોમાં રૂ. 58.73 લાખની વીજ ચોરી ઝડપાઈ

    8 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં PGVCL દ્વારા હાથ ધરવામાં આવેલા વીજ ચેકિંગ અભિયાન દરમિયાન 120 વીજ જોડાણોમાં કુલ 58.73 લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ છે. PGVCLની 52 ટીમોએ કુલ 749 વીજ જોડાણોની ચકાસણી કરી હતી. આ ચેકિંગ દરમિયાન, વીજ જોડાણ વગરના 85 વીજ ચોરીના કેસ પણ પકડવામાં આવ્યા હતા. જેમાં ગેરકાયદેસર રીતે વીજળીનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે. PGVCL, સુરેન્દ્રનગરના અધિક્ષક ઇજનેર એન.એન. અમીનની રાહબરી હેઠળ આ વીજ ચેકિંગ કામગીરી હાથ ધરાઈ હતી. આ માટે 52 ટીમો બનાવાઈ હતી, જેને 39 પોલીસકર્મીઓ દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી અને 5 વીડિયોગ્રાફર્સ પણ તૈનાત કરાયા હતા. આ ટીમોએ સુરેન્દ્રનગર વર્તુળના આનંદપર, લીંબડી, સાયલા, અંકેવાળીયા, બોરાણા, બ્રહ્મપુરી, ચુડા, ધારાડુંગરી, હડાળા, ખંડિયા, શાપર અને વનાળા જેવા વિવિધ વિસ્તારોમાં તપાસ કરી હતી. ચેકિંગ દરમિયાન, 719 ઘર વપરાશના અને 30 વાણિજ્યિક હેતુ માટેના એમ કુલ 749 વીજ જોડાણોની ચકાસણી કરાઈ હતી. ઝડપાયેલા 120 વીજ ચોરીના કેસોમાં 118 ઘર વપરાશના અને 2 વાણિજ્યિક હેતુ માટેના જોડાણોનો સમાવેશ થાય છે. આ તમામ કેસોમાં કુલ 58.73 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    બોગસ એડમિશનથી વિદ્યાર્થી હેરાન, વાલીનો PM સમક્ષ ન્યાયનો પોકાર:રાજકોટના જેતપુરમાં સાયન્સના વિદ્યાર્થીને અલગ - અલગ સ્કૂલની હોલ ટિકિટ અને લિવિંગ સર્ટિફિકેટ અપાયા !
    Next Article
    વડોદરામાં હેરોઇનના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો:બાજવામાં રેલવે ટ્રેક નજીકના મકાનમાં SOGની રેડ, 18.290 ગ્રામ હેરોઇનનો જથ્થો ઝડપી પાડ્યો, 4.20 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત, પંજાબનો સપ્લાયર વોન્ટેડ જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment