Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં હેરોઇનના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો:બાજવામાં રેલવે ટ્રેક નજીકના મકાનમાં SOGની રેડ, 18.290 ગ્રામ હેરોઇનનો જથ્થો ઝડપી પાડ્યો, 4.20 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત, પંજાબનો સપ્લાયર વોન્ટેડ જાહેર

    7 hours ago

    વડોદરા શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર હેરાફેરી સામે SOG દ્વારા સતત પેટ્રોલિંગ અને વોચ રાખવામાં આવી રહી છે. આ દરમિયાન બાજવા-છાણી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી SOG ટીમે મળેલી બાતમીના આધારે કરચીયા રોડ, ઇન્દીરાનગરમાં રેલવે ટ્રેક નજીક આવેલા મકાનમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન મકાનમાંથી 18.290 ગ્રામ હેરોઇનના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો હતો. પોલીસે કુલ રૂ.4,20,850નો મુદ્દામાલ કબજે કરી NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. SOG પીઆઇ બી.ડી. જીતીયાની સૂચના હેઠળ PSI આર.એચ. સિદી અને સ્ટાફ બાજવા-છાણી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન SOGની ટીમને બાતમી મળી હતી કે, કરચીયા રોડના ઇન્દીરાનગર વિસ્તારમાં રહેતો જગદીપસિંગ ઉર્ફે દીપુ સરદાર પોતાના મકાનમાં હેરોઇન સંતાડી ગ્રાહકોને મોડીરાત સુધી છૂટકમાં વેચાણ કરે છે. આ બાતમીના આધારે પોલીસ ટીમે સ્થળ પર પહોંચી મકાનની તપાસ કરતાં આરોપી જગદીપસિંગ ઉર્ફે દીપુ ઇન્દ્રજીતસિંગ નાર મળી આવ્યો હતો. પોલીસે મકાનની ઝીણવટભરી તપાસ કરતાં 3,65,800 રૂપિયાની કિંમતનું 18 ગ્રામ 290 મિલીગ્રામ હેરોઇન મળ્યું હતું. આ ઉપરાંત આરોપીની અંગઝડતીમાંથી રૂ.50,050 રોકડ તથા એક મોબાઇલ ફોન, કિંમત રૂ.5,000, મળી આવ્યા હતા. આમ પોલીસે કુલ રૂ.4,20,850નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કર્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે, આશરે 15 દિવસ અગાઉ કરોડીયા મસાણી માતાના મંદિર પાસે વડોદરામાં અમૃતસર, પંજાબના બીલ્લાસિંગ પાજી પાસેથી હેરોઇનનો જથ્થો ખરીદ્યો હતો અને ગ્રાહકોને છૂટકમાં વેચાણ કરવા માટે પોતાના મકાનમાં સંતાડી રાખ્યો હતો. આ અંગે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસમાં જગદીપસિંગ ઉર્ફે દીપુ ઇન્દ્રજીતસિંગ નાર (હાલ રહે. ઇન્દીરાનગર, રેલવે ટ્રેકની બાજુમાં, કરચીયા રોડ, વડોદરા, મૂળ રહે. રાજસ્થાન કોલોની, કરચીયા રોડ, બાજવા, વડોદરા)ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે હેરોઇનનો જથ્થો વેચાણ આપનાર બીલ્લાસિંગ પાજી, રહે. અમૃતસર, પંજાબને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં PGVCLની 52 ટીમોએ વીજ ચેકિંગ હાથ ધર્યું:120 જોડાણોમાં રૂ. 58.73 લાખની વીજ ચોરી ઝડપાઈ
    Next Article
    How Vietnam Became a Powerhouse by Defeating Japan, France, US, and China

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment