Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં PGVCL બાકી વીજ બિલધારકોના જોડાણ કાપશે:29 સપ્ટેમ્બરે મોટી સંખ્યામાં ટીમો ઉતરશે, સ્થળ પર પેમેન્ટ નહીં લેવાય

    14 hours ago

    પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL)ની વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરી 29 સપ્ટેમ્બરે બાકી વીજ બિલ ધરાવતા ગ્રાહકો સામે ડિસ્કનેક્શન ડ્રાઇવ ચલાવશે. આ માટે મોટી સંખ્યામાં ટીમો તૈનાત કરાશે. ગ્રાહકોને વીજ જોડાણ કપાઈ જવાથી બચવા તાત્કાલિક બિલ ભરવા અપીલ કરાઈ છે. PGVCLએ સ્પષ્ટ કર્યું છે કે ડિસ્કનેક્શનની કામગીરી દરમિયાન સ્થળ પર વીજ બિલની ચુકવણી સ્વીકારવામાં આવશે નહીં. ગ્રાહકોએ ઓનલાઈન માધ્યમથી અથવા સંબંધિત PGVCL કચેરી ખાતે જઈને બિલ ભરવું પડશે. જો બાકી વીજ બિલને કારણે કોઈ ગ્રાહકનું વીજ જોડાણ કપાઈ જશે, તો વીજ પુરવઠો ફરી શરૂ કરાવવા માટે સંપૂર્ણ બાકી બિલની રકમ ઉપરાંત લાગુ પડતો રી-કનેક્શન ચાર્જ પણ ભરવો પડશે. આનાથી ગ્રાહકોને વધારાનો ખર્ચ અને વીજળી બંધ રહેવાની મુશ્કેલીનો સામનો કરવો પડશે. PGVCLએ વેરાવળ શહેરના વીજ ગ્રાહકોને અપીલ કરી છે કે તેઓ છેલ્લી ઘડીએ મુશ્કેલીમાં મુકાવાને બદલે સમયસર પોતાના વીજ બિલની સ્થિતિ તપાસી બાકી રકમ ચૂકવી દે. વીજ સેવા અવિરત જળવાઈ રહે તે માટે ગ્રાહકોને તાત્કાલિક ચુકવણી કરવા અનુરોધ કરાયો છે.
    Click here to Read More
    Previous Article
    ચીખલીના મલિયાધરા ગામે ખુલ્લા ખેતરમાં જુગાર રમતા 5 ઝડપાયા:₹91,290 નો મુદ્દામાલ જપ્ત, 3 આરોપીઓ ફરાર
    Next Article
    ફાયર બ્રિગેડે સમયસર કાબૂ મેળવતાં મોટી દુર્ઘટના ટળી‎:નવસારીના ટાવર વિસ્તારમાં દેવજી બેગ દુકાનમાં શોર્ટસર્કિટથી આગ ભભૂકી ઉઠી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment