Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચીખલીના મલિયાધરા ગામે ખુલ્લા ખેતરમાં જુગાર રમતા 5 ઝડપાયા:₹91,290 નો મુદ્દામાલ જપ્ત, 3 આરોપીઓ ફરાર

    15 hours ago

    નવસારીના ચીખલી તાલુકાના મલિયાધરા ગામે ખુલ્લા ખેતરમાં જુગાર રમતા 5 લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે. ચીખલી પોલીસે દરોડા પાડી ₹91,290 નો મુદ્દામાલ જપ્ત કર્યો. 3 આરોપીઓ ફરાર થઈ ગયા હતા, જેમને વોન્ટેડ જાહેર કરાયા. 26 સપ્ટેમ્બર 2026ના રોજ ચીખલી પોલીસની સર્વેલન્સ ટીમને મલિયાધરા ગામના ભુરી ફળિયામાં રાજેશભાઈ રમણભાઈ પટેલના ખેતર પાસે જુગાર રમાતો હોવાની બાતમી મળી. પોલીસે તરત દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા લોકોને પકડ્યા. પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી રોકડા ₹20,790, 6 મોબાઈલ ફોન (કિંમત ₹50,500), એક મોટરસાયકલ (કિંમત ₹20,000) અને 52 ગંજીપાના જપ્ત કર્યા. કુલ ₹91,290 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરાઈ છે. ઝડપાયેલા આરોપીઓ રાજુભાઈ બાવાભાઈ પટેલ, કુશ સુરેશભાઈ ચૌહાણ, મયુર અમૃતભાઈ પટેલ, રાજેશભાઈ રમણભાઈ પટેલ, દિલીપસિંગ બળવંતસિંગ લબાના છે. રેડ દરમિયાન મોબીન મહમંદ શેખ, સંજય ઉર્ફે ચકો ભીખુભાઈ પટેલ અને મિતેશ ઉર્ફે લાલુ ઉર્ફે ભાવુ ભીખુભાઈ પટેલ નાસી છૂટ્યા હતા, જેમને વોન્ટેડ જાહેર કરાયા છે.
    Click here to Read More
    Previous Article
    દમણમાં પોલીસે 3 દરોડા પાડી દારૂનો મોટો જથ્થો પકડ્યો:કાચીગામ, ડભેલ અને પટલિયા વિસ્તારમાંથી 53.07 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    વેરાવળમાં PGVCL બાકી વીજ બિલધારકોના જોડાણ કાપશે:29 સપ્ટેમ્બરે મોટી સંખ્યામાં ટીમો ઉતરશે, સ્થળ પર પેમેન્ટ નહીં લેવાય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment