Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફાયર બ્રિગેડે સમયસર કાબૂ મેળવતાં મોટી દુર્ઘટના ટળી‎:નવસારીના ટાવર વિસ્તારમાં દેવજી બેગ દુકાનમાં શોર્ટસર્કિટથી આગ ભભૂકી ઉઠી

    20 hours ago

    નવસારીમાં શનિવારે બપોરના સમયે ટાવર પાસે આવેલ દેવજી બેગ નામની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. બપોરે આશરે દોઢ વાગ્યાની આસપાસ દુકાનમાં એકાએક આગ લાગી હતી. દુકાનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઇ હતી. પ્રાથમિક તપાસમાં આ ભીષણ આગ પાછળનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવ્યું છે. શોર્ટ સર્કિટ થવાના લીધે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ સ્થાનિક ફાયર વિભાગને કરવામાં આવતા તંત્ર તાત્કાલિક હરકતમાં આવી ગયું હતું. કોલ મળતાની સાથે જ ઘટનાસ્થળે એક ફાયર ફાઇટર વાહન અને છ જેટલા ફાયરમેનોનો કાફલો પહોંચી ગયો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ જહેમત ઉઠાવી પાણીનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવી સમયસર કાબૂ મેળવ્યો હતો. સમયસૂચકતા અને ત્વરિત કામગીરીને કારણે આસપાસની અન્ય દુકાનો સુરક્ષિત રહી હતી અને મોટી દુર્ઘટના ટળી હતી. ઘટના બાદ અધિકારીઓ દ્વારા સ્થળની મુલાકાત લઈ નુકસાની અને સમગ્ર બનાવ અંગે વિસ્તૃત માહિતી એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરાઇ છે. ફાયર સેફટીના સાધનોનો અભાવ પાર્કિંગ ની જગ્યાએ આવેલ આ દુકાનમાં ફાયર સેફટીના સાધનો નહીં હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું. નવસારીમાં ફાયર વિભાગ દ્વારા ભોયતળિયે આવેલ દુકાનોમાં ફાયર વિભાગની તપાસ થાય તે માટે જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં PGVCL બાકી વીજ બિલધારકોના જોડાણ કાપશે:29 સપ્ટેમ્બરે મોટી સંખ્યામાં ટીમો ઉતરશે, સ્થળ પર પેમેન્ટ નહીં લેવાય
    Next Article
    The Vvan Box Office Collection Day 2: Sidharth Malhotra Film Earns Rs 11 Crore

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment