Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તંત્રની કમોસમી કસોટી:જિલ્લામાં PGVCLના 125 વીજપોલ થયા ધરાશાયી

    6 days ago

    ભાવનગર જિલ્લામાં ગઈકાલે ગુરૂવારે સાંજે કમોસમી વરસાદ સાથે ફુંકાયેલા ઝંઝાવાતી વાવાઝોડાથી વીજ પુરવઠો પ્રભાવિત બન્યો હતો. ભારે પવનના કારણે સાથે ભાવનગર શહેરના કેટલાક વિસ્તારો ઉપરાંત તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વીજળી ગુલ થઇ જતા પી.જી.વી.સી.એલ.ના તંત્રવાહકો ધંધે લાગ્યા હતા. ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદ સાથે ફુંકાયેલા ઝંઝાવાતી વાવાઝોડાથી પી.જી.વી.સી.એલ.ના 125 વીજ પોલ ધરાશાયી બનતા વ્યાપક નુકસાન થયું છે. જિલ્લામાં ગુરૂવારે સાંજે 30થી 40 કિ.મી.ના ઝડપે ફુંકાયેલા ઝંઝાવાતી પવનથી વીજ પોલ ધરાશાયી થવાની અનેક ઘટના પ્રકાશમાં આવી હતી. ભાવનગર શહેરી વિસ્તારને વીજળી પુરી પડતા ભાવનગર સિટી-1 ડિવિઝનમાં 8 વીજ પોલ તૂટી ગયાના બનાવો બન્યા હતા. ભાવનગર જિલ્લામાં તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોને વીજળી પુરી પાડતા ભાવનગર સિટી-2 ડિવિઝનમાં 71 વીજ પોલ, ભાવનગર રૂરલ ડિવિઝનમાં 22 વીજ પોલ, મહુવા ડિવિઝનમાં 3 વીજ પોલ અને પાલિતાણા ડિવિઝનમાં 21 વીજ પોલ ધરાશાયીની ઘટના બની હતી. તેમજ જિલ્લામાં 3 ટ્રાન્સ્ફૉર્મર ક્ષતિગ્રસ્ત બન્યા હતા. ખેતીવાડી ફિડરોને પૂર્વવત્ કરવા કામગીરી શરૂ ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદ સાથે ફુંકાયેલા ઝંઝાવાતી વાવાઝોડાથી વત્તા-ઓછા પ્રમાણમાં નુકસાન થયું છે. પી.જી.વી.સી.એલ.ના ભાવનગર સિટી-2 ડિવિઝનમાં 16, ભાવનગર રૂરલ ડિવિઝનમાં 33, મહુવા ડિવિઝનમાં 4 અને પાલિતાણા ડિવિઝનમાં 45 મળી કુલ 98 ખેતીવાડી ફિડર વીજળી વિહોણા છે ત્યારે ખેતીવાડી ફિડરોને પૂર્વવત્ કરવા કામગીરી શરૂ છે. > વી. પી. જેઠવા, નાયબ ઈજનેર, ટેક્નિકલ સેક્શન, PGVCL વાવાઝોડાથી વીજળીને લગતી 1640 ફરિયાદ (સ્ત્રોત : PGVCL ભાવનગર બપોરે 2:30 વાગ્યાની સ્થિતિ મુજબ)
    Click here to Read More
    Previous Article
    ટ્રેનની સુવિધા વધારવા રેલવેની ઘોષણા:ભાવનગર-બાંદ્રા સાપ્તાહિક ટ્રેન જુલાઇ સુધી લંબાવવાનો નિર્ણય
    Next Article
    સૌરાષ્ટ્ર સમાચાર ગ્રાઉન્ડ રિપોર્ટ:CGSTના ડિમાન્ડ ઓર્ડર સામે હાઇકોર્ટેનો સ્ટે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment