Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રેનની સુવિધા વધારવા રેલવેની ઘોષણા:ભાવનગર-બાંદ્રા સાપ્તાહિક ટ્રેન જુલાઇ સુધી લંબાવવાનો નિર્ણય

    1 week ago

    ભાવનગર રેલવે ડિવિઝનની ભાવનગર-બાંદ્રા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન સહિત 5 જોડી ટ્રેનોના ફેરા વધુ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠી મુજબ બાંદ્રા ટર્મિનસ–ભાવનગર સાપ્તાહિક સ્પેશિયલ, જેને 27 માર્ચ સુધી સૂચિત કરવામાં આવી હતી, હવે તેને 31 જુલાઈ સુધી ચલાવવામાં આવશે. તેવી જ રીતે, ટ્રેન નં. 09208 ભાવનગર–બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ, જેને 26 માર્ચ સુધી સૂચિત કરવામાં આવી હતી, હવે તેને 30 જુલાઈ સુધી ચલાવવામાં આવશે. ગાંધીગ્રામ–બોટાદ દૈનિક સ્પેશિયલ અને બોટાદ–ગાંધીગ્રામ દૈનિક સ્પેશિયલ બંને, જેને 31 માર્ચ સુધી સૂચિત કરવામાં આવી હતી, હવે તેને 31 જુલાઈ સુધી ચલાવવામાં આવશે. ભાવનગર–ગાંધીગ્રામ દૈનિક સ્પેશિયલ અને ગાંધીગ્રામ–ભાવનગર દૈનિક સ્પેશિયલ બંને, જેને 31 માર્ચ સુધી સૂચિત કરવામાં આવી હતી, હવે તેને 31 જુલાઈ સુધી ચલાવવામાં આવશે.ધોળા–ભાવનગર દૈનિક સ્પેશિયલ અને ભાવનગર–ધોળા દૈનિક સ્પેશિયલ બંને, જેને 31 માર્ચ સુધી સૂચિત કરવામાં આવી હતી, હવે તેને 31 જુલાઈ સુધી ચલાવવામાં આવશે. વેરાવળ–બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ, જેને 30 માર્ચ સુધી સૂચિત કરવામાં આવી હતી, હવે તેને 27 જુલાઈ સુધી ચલાવવામાં આવશે તેમજ બાંદ્રા ટર્મિનસ–વેરાવળ સાપ્તાહિક સ્પેશિયલ, જેને 29 માર્ચ સુધી સૂચિત કરવામાં આવી હતી, હવે તેને 26 જુલાઈ સુધી ચલાવાશે. ટિકિટ બુકિંગ 20 માર્ચથી શરૂ થયું છે.
    Click here to Read More
    Previous Article
    વેધર રિપોર્ટ:વાવાઝોડામાં વિરામથી રાહત, ઠંડા પવનથી તાપમાન ત્રણ ડિગ્રી ઘટ્યુ
    Next Article
    તંત્રની કમોસમી કસોટી:જિલ્લામાં PGVCLના 125 વીજપોલ થયા ધરાશાયી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment