Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PGVCL એક્શન મોડમાં:જિલ્લામાં ત્રણ દિવસમાં 1127 ગ્રાહકોના વીજકનેક્શન કપાયા

    1 day ago

    પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (પીજીવીસીએલ) દ્વારા વીજ ગ્રાહકોને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો પૂરો પાડવાની સાથે સાથે બાકી લેણાંની વસૂલાત માટે કાર્યવાહી કરાઇ છે. પીજીવીસીએલ નિગમિત કચેરી, રાજકોટના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર વર્તુળની તમામ પેટા વિભાગીય કચેરીઓ દ્વારા બાકી વીજબીલ વસૂલાતની સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં તા. 25 માર્ચે 254 ટીમોએ રૂ. 89.80 લાખની બાકી રકમના 861 વીજ જોડાણો કટ કરી નાંખ્યા હતા. જ્યારે 3316 ગ્રાહકો પાસેથી રૂ. 156.42 લાખની વસૂલાત કરવામાં આવી હતી. તા. 26 માર્ચે 200 ટીમોએ રૂ. 8.86 લાખની બાકી રકમના 108 વીજ જોડાણો કટ કરી નાંખ્યા હતા. જ્યારે 3246 ગ્રાહકો પાસેથી રૂ. 121.58 લાખની વસૂલાત કરવામાં આવી હતી. તા. 27 માર્ચે 229 ટીમોએ રૂ. 29.79 લાખની બાકી રકમના 158 વીજ જોડાણો કટ કરી નાંખ્યા હતા. જ્યારે 3559 ગ્રાહકો પાસેથી રૂ. 160.20 લાખની વસૂલાત કરવામાં આવી હતી. આમ છેલ્લા ત્રણ દિવસમાં 683 ટીમોએ રૂ. 128.15 લાખની બાકીદારોના 1127 કનેકશનો કટ કરી નાંખવામાં આવ્યા હતા. આ દિવસો દરમિયાન 9921 ગ્રાહકો પાસેથી રૂ. 438.20 લાખની બાકી રકમની વસૂલાત કરવામાં આવી હતી. પીજીવીસીએલ સુરેન્દ્રનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેર. એન.એન. અમીને જણાવ્યું કે, જે ગ્રાહકો બિલ ભરપાઈ નહીં કરે તેમના વીજ જોડાણો કોઈ પણ શેહ-શરમ વગર કાપી નાખવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    રેંજ આઇજીએ વોન્ટેડ આરોપીની યાદી તૈયાર કરી‎:જિલ્લાના 5 વોન્ટેડ આરોપીની ભાળ આપનારને રૂપિયા 20 હજારનું ઇનામ
    Next Article
    મનપાની કાર્યવાહી:સુરેન્દ્રનગર મનપાએ શહેરમાં લગાવેલા ગેરકાયદેસર 20 થી વધુ બોર્ડ ઉતારી લીધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment